Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેમાં કાર્ગો વંદે ભારતનું હાઈ-સ્પીડ ટેસ્ટિંગ:50% લોડ સાથે સુરત થઈ મુંબઈ પહોંચી, વંદે ભારત ફ્રેઇટ EMUનું પરીક્ષણ શરૂ, જાણો શું છે COCR ટ્રાયલ?

    7 hours ago

    ભારતીય રેલવે દ્વારા ઝડપી માલ પરિવહનની દિશામાં એક ઐતિહાસિક અને નવી સિદ્ધિ વંદે ભારત ફ્રેઇટ EMU (Freight EMU) ના રૂપમાં હાંસલ કરવામાં આવી છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ રૂટ પર 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદથી રવાના થઈને આ ટ્રેન સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. હવે 13 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી પરત અમદાવાદ આવવા રવાના થશે. 50% લોડ સાથે હાઈ-સ્પીડ ટેસ્ટિંગ આ ટ્રાયલ કોઈ સામાન્ય પરીક્ષણ નથી. ટ્રેનમાં લગભગ 50% માલસામાનનો લોડ રાખીને આ હાઈ-સ્પીડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે વિભાગનો મુખ્ય હેતુ અલગ-અલગ ભૌગોલિક અને ટ્રેકની પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિ, તેની સ્થિરતા (સ્ટેબિલિટી) અને પાટા પર તેના વાસ્તવિક વ્યવહારને વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસવાનો છે. અડધા વજન સાથે ટ્રેન જ્યારે 130ની સ્પીડે દોડે ત્યારે તેનું સંતુલન કેવું રહે છે, તે જાણવું સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. COCR ટ્રાયલ એટલે શું? સમજો શું છે આ બધું સામાન્ય નાગરિકોને પ્રશ્ન થાય કે COCR એટલે શું છે આ બધું? COCR એટલે કે કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર પરીક્ષણ. આ પ્રક્રિયામાં વિશેષ પ્રકારના ઓસિલોગ્રાફિક ઉપકરણો અને સેન્સર્સની મદદથી હાઈ-સ્પીડમાં દોડતી ટ્રેન અને ટ્રેક વચ્ચે થતા કંપન તથા ગતિઓને રેકોર્ડ કરવામાં આવે છે. તેનાથી એ જાણવામાં મદદ મળે છે કે નિર્ધારિત ઝડપ પર ટ્રેનની રાઇડિંગ ક્વોલિટી, મુસાફરી દરમિયાન વ્હીલ અને ટ્રેકનું વર્તન સુરક્ષિત માપદંડો મુજબ છે કે નહીં. આ ડેટાના આધારે જ ટ્રેનને મહત્તમ ઝડપે દોડાવવાની ક્ષમતાનું સચોટ આકલન થાય છે. વ્યાપાર જગત માટે વરદાન, જાણો શું છે ખાસિયત નવી વંદે ભારત ફ્રેઇટ ટ્રેનની શું છે ખાસિયત તે જાણવું પણ રસપ્રદ છે. આ ટ્રેન ખાસ કરીને એક્સપ્રેસ કાર્ગો, કુરિયર પાર્સલ, ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ અને સમય પ્રત્યે સંવેદનશીલ વસ્તુઓના સમયબદ્ધ પરિવહન માટે જ વિકસાવવામાં આવી છે. સામાન્ય માલગાડીઓની સરખામણીમાં આ ટ્રેન ખૂબ જ ઝડપી હોવાથી બે શહેરો વચ્ચે માલ પહોંચાડવાનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે. તેનાથી રસ્તા માર્ગે થતા પરિવહન (ટ્રકો) પરની નિર્ભરતા ઘટશે અને ઉદ્યોગોને ઝડપી ડિલિવરીનો મોટો ફાયદો મળશે. અંતિમ મંજૂરી બાદ શરુ થશે નિયમિત સંચાલન જોકે, હાલમાં થઈ રહેલું આ COCR ટ્રાયલ એ વ્યાવસાયિક સંચાલન માટેનું અંતિમ પ્રમાણપત્ર નથી. આ પરીક્ષણ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ અને સંબંધિત ટેકનિકલ રિપોર્ટ્સનું રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવશે. આ તમામ તકનીકી પરીક્ષણો અને ડેટાના મૂલ્યાંકનના આધારે જ ભવિષ્યમાં ટ્રેનની અંતિમ ગતિ અને વ્યાપારી સંચાલન અંગેનો નિર્ણય લેવામાં આવશે. મંજૂરી મળતાં જ તે દેશભરમાં માલ પરિવહન માટે દોડતી થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગણેશોત્સવ માટે કડક આચારસંહિતા જાહેર:ફિલ્મી ગીતો, જુગાર અને કેફી પદાર્થો પર પ્રતિબંધ, ગરિમા તોડનાર આયોજકો સામે કડક કાર્યવાહીનો આદેશ
    Next Article
    છ વર્ષના પુત્રને પામવા માતા સાસરીમાં ગઈ:ડભોઈમાં સાસરી પક્ષે દીકરાને પરત ન આપતા માતાએ અભયમની મદદ માંગી, પતિના મોત બાદ બાળકો માટે ઘર વાપસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment