Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગણેશોત્સવ માટે કડક આચારસંહિતા જાહેર:ફિલ્મી ગીતો, જુગાર અને કેફી પદાર્થો પર પ્રતિબંધ, ગરિમા તોડનાર આયોજકો સામે કડક કાર્યવાહીનો આદેશ

    7 hours ago

    સુરત શહેરમાં ગણેશ ઉત્સવનું પર્વ ધાર્મિક પરંપરા, દેશભક્તિ અને સામાજિક સમરસતા સાથે ઉજવાય તે હેતુથી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિસ્તૃત આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. ઉત્સવ દરમિયાન ધાર્મિક પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહે તે માટે શહેરના તમામ મંડળો તથા આયોજકોને આ નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સમાજમાંથી દૂષણો દૂર કરવાનો પ્રયાસ કરવો: સાધુ આચારસંહિતા જાહેર કરતા સાધુએ જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ એ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે અને ગણપતિ પ્રથમ પૂજ્ય ઇષ્ટદેવ છે. સુરત શહેરની વસ્તી આજે અંદાજે 80 લાખ થઈ ગઈ છે અને 80 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, ત્યારે દરેક જગ્યાએ પહોંચવું શક્ય ન હોવાથી સૌ આયોજકોએ વિવેકપૂર્વક ઉત્સવની ગરિમા જાળવવી જોઈએ. ઉત્સવ કોઈ ટીકાપાત્ર ન બને તે રીતે આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. આ દસ દિવસ દરમિયાન સમાજસેવા, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રભક્તિ વધે તેવા કાર્યક્રમો યોજી સમાજમાંથી દૂષણો દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર માટીની મૂર્તિની જ સ્થાપના કરવાનો આગ્રહ જાહેર કરાયેલા મુખ્ય નિયમો મુજબ, દરેક સોસાયટી કે મહોલ્લામાં એક જ પ્રતિમાની સ્થાપના થાય તે માટે સંગઠન કરવું. હાઇકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર માત્ર માટીની મૂર્તિની જ સ્થાપના કરવાનો આગ્રહ રાખવો. મૂર્તિ પર કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થો ચઢાવવા કે ચોંટાડવા શાસ્ત્રવિરુદ્ધ હોવાથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ બાંધવા અને મંડપની આસપાસ કેફી દ્રવ્યોનું સેવન કે જુગાર જેવી પ્રવૃત્તિઓ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. ફિલ્મી કે બીભત્સ ગીતો વગાડવા પર પ્રતિબંધ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર સવારે 7 થી બપોરે 12 અને સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી જ માઇક ચાલુ રાખી શકાશે. સ્થાપના કે વિસર્જન દરમિયાન ફિલ્મી કે બીભત્સ ગીતો વગાડવા પર પ્રતિબંધ રહેશે, માત્ર ભજનો અને દેશભક્તિના ગીતો જ વગાડી શકાશે. મંડપમાં સવાર-સાંજ વિધિસર આરતી કરવી તથા સુરક્ષા માટે સ્વયંસેવકો સાથે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. મંડળોને સામાજિક ઉત્કર્ષ માટે પોતાના ફંડમાંથી ઓછામાં ઓછા બે જરૂરિયાતમંદ વ્યક્તિઓને શિક્ષણ કે તબીબી સહાય કરવા તેમજ રક્તદાન, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, નિબંધ-વક્તૃત્વ સ્પર્ધા અને ધાર્મિક શ્લોક સ્પર્ધાઓ જેવા રચનાત્મક કાર્યક્રમો યોજવા અનુરોધ કરાયો છે. વિસર્જન યાત્રામાં નશો કરીને જોડાવું નહીં વિસર્જન પ્રક્રિયા માટે સમયસર ઓનલાઇન પરમિટ મેળવવી ફરજિયાત છે. વિસર્જન વાહન પર પોલીસ સ્ટેશનનું નામ, પરમિટ નંબર અને વિસર્જન સ્થળ દર્શાવતું મોટું બેનર લગાવવું પડશે. વિસર્જન યાત્રા સૂર્યોદય સાથે વહેલી શરૂ કરવી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ કરવી. વિસર્જન યાત્રામાં નશો કરીને જોડાવું નહીં, અશિષ્ટ વર્તન કે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા નહીં. માર્ગ પર ચોકલેટ, પ્રસાદ કે અબીલ-ગુલાલ ફેંકવા તેમજ ફટાકડા ફોડવા પર મનાઈ છે. કોઈ પણ અફવાઓથી દૂર રહી પોલીસ અને સમિતિના સ્વયંસેવકોને વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપવા જણાવાયું છે. કોઇપણ પ્રશ્ન કે ફરિયાદ માટે ભાગળ મુખ્ય કાર્યાલય સહિત અડાજણ, કતારગામ, વરાછા, ઉધના અને લિંબાયત સહિતના 11 સેન્ટરો પર લેખિત સંપર્ક કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    આજે 2 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ:લાંબા વિરામ બાદ શનિવારે 100થી વધુ તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ સારા વરસાદની રાહ
    Next Article
    પશ્ચિમ રેલવેમાં કાર્ગો વંદે ભારતનું હાઈ-સ્પીડ ટેસ્ટિંગ:50% લોડ સાથે સુરત થઈ મુંબઈ પહોંચી, વંદે ભારત ફ્રેઇટ EMUનું પરીક્ષણ શરૂ, જાણો શું છે COCR ટ્રાયલ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment