Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છ વર્ષના પુત્રને પામવા માતા સાસરીમાં ગઈ:ડભોઈમાં સાસરી પક્ષે દીકરાને પરત ન આપતા માતાએ અભયમની મદદ માંગી, પતિના મોત બાદ બાળકો માટે ઘર વાપસી

    7 hours ago

    વડોદરાના ડભોઈ તાલુકામાં રહેતી એક મહિલાએ તેનો છ વર્ષનો પુત્ર સાસરી પક્ષ દ્વારા ન આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે 'અભયમ' હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. મહિલાનો કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચીને બંને પક્ષોની વાત સાંભળીને પ્રાથમિક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. પતિના ઘરથી છ વર્ષનો દીકરો લેવા પહોંચી કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાના પ્રથમ લગ્ન સામાજિક રીતિ-રિવાજ મુજબ થયા હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલાં પતિનું હાર્ટ એટેકથી અવસાન થવાથી તે વિધવા બની હતી. પતિના મૃત્યુ બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ ત્યાં પણ ત્રાસ મળતા તે પિયર પરત ફરી હતી. આજે ત્રણ વર્ષ બાદ તે પોતાના પ્રથમ પતિના ઘરથી છ વર્ષનો દીકરો લેવા પહોંચી હતી, પરંતુ સાસરીવાળાએ બાળક સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. બાળકોને પિતાની સાથે-સાથે દાદા-દાદીનો સ્નેહ મળશે આ મામલે અભયમની ટીમે ગામના સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાયદાકીય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામજનો અને સાસરી પક્ષે મહિલાને પરિવારમાં માનભેર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટીમે પણ મહિલાને સમજાવ્યું કે આમ વારંવાર ભટકીને જીવન જીવવા કરતાં જો સાસુ-સસરા તેને સ્વીકારવા તૈયાર હોય, તો તેણે ત્યાં જવું હિતાવહ છે. આમ કરવાથી બંને બાળકોને પિતાની સાથે-સાથે દાદા-દાદીનો સ્નેહ મળશે અને સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ પણ મળી શકશે. બંને બાળકોને સાથે ઉછેરવાનો સમજદારીભર્યો નિર્ણય કર્યો અભયમ ટીમ દ્વારા અપાયેલી સાચી સમજ અને માર્ગદર્શનને કારણે મહિલાનું મન પરિવર્તિત થયું હતું. તેણે ભૂતકાળના કડવા અનુભવોને બાજુ પર મૂકીને પ્રથમ સાસરીમાં જ સાસુ-સસરા સાથે રહેવાનો અને પોતાના બંને બાળકોને સાથે ઉછેરવાનો સમજદારીભર્યો નિર્ણય કર્યો હતો. અભયમની સમયસૂચક અને સચોટ કાઉન્સિલિંગના પરિણામે અંતે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેમાં કાર્ગો વંદે ભારતનું હાઈ-સ્પીડ ટેસ્ટિંગ:50% લોડ સાથે સુરત થઈ મુંબઈ પહોંચી, વંદે ભારત ફ્રેઇટ EMUનું પરીક્ષણ શરૂ, જાણો શું છે COCR ટ્રાયલ?
    Next Article
    'Continuation' Of Bazball? Joe Root Credits Ben Stokes, Brendon McCullum As England Thrash Pakistan 3-0

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment