Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે:પહેલીવાર ઝડપાયા તો 50 હજાર દંડ અને 90 દિવસ સીલ, બીજીવારમાં 1 લાખ દંડ, ત્રીજીવારમાં દસ્તાવેજ રદ કરાશે

    13 hours ago

    અમદાવાદ શહેરમાં LIG(લો ઇન્કમ ગ્રુપ) અને EWS(ઇકોનોમિકર વીક સેક્શન) આવાસ યોજના મકાનો 7 વર્ષ સુધી ભાડે આપી શકાતા નથી . તેમ છતાં પણ જો મકાન માલિકો દ્વારા મકાનો ભાડે આપ્યા હોય તો હવે મકાન 90 દિવસ સુધી સીલ કરી દેવામાં આવશે અને ઓછામાં ઓછામાં રૂ. 50 હજાર દંડ વસૂલ કરવામાં આવશે. જો 90 દિવસ બાદ ફરીથી ભાડે આપેલું પકડાશે તો 1 લાખ દંડ કરવામાં આવશે અને ત્રીજી વખત પકડાશે તો સીટી સિવિલ કોર્ટમાં દસ્તાવેજ રદ કરાવવામાં આવશે. આ પણ વાંચો: અમદાવાદમાં 3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં EWS અને LIG પ્રકારના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે. ડ્રો મારફતે લાભાર્થીઓને ફાળવવામાં આવે છે. 7 વર્ષ સુધી મકાનો ભાડે આપી શકાતા નથી છતાં જોકે કેટલાંક લાભાર્થીઓ મકાનો ભાડે આપી દેતા હોય છે અને ભાડું વસૂલતા હોય છે. મકાનો ભાડે આપી ન શકાતા હોવા છતાં પણ ખરેખર જે વ્યક્તિ લાભાર્થી છે તેના કરતાં બીજા લોકો રહેતા હોય છે જેના પગલે આજે 27 જુલાઈના રોજ મળેલી હાઉસિંગ કમિટીમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 13 જુલાઈ, 2026ના રોજ AMC દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓ સામે AMCના ઇતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિધાનસભા ચૂંટણી પહેલા 10 હજાર ફ્લેટ બનાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશને ઓક્ટોબર 2025માં જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG (લો ઈન્કમ ગ્રુપ) પ્રકારના 2BHK મકાન રૂ. 28થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં વિસ્તાર અને જર્જરીત મકાનો થઈ ગયા હોય ત્યાં રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ANTFની રેડ, વૃદ્ધાને ગાંજા સાથે ઝડપી:રૂ. 16,050નો મુદ્દામાલ જપ્ત, જામનગરની મહિલા પાસેથી ગાંજો ખરીદ્યો હોવાની કબૂલાત
    Next Article
    દુબઈ-મુંબઈની ફ્લાઈટમાં ધુમાડો, પાઇલોટે 'Mayday' કોલ આપ્યો, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ:194 પેસેન્જરના જીવ અધ્ધર, હિરાસર એરપોર્ટ પર એક સાથે 70 એમ્બ્યુલન્સ દોડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment