Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ANTFની રેડ, વૃદ્ધાને ગાંજા સાથે ઝડપી:રૂ. 16,050નો મુદ્દામાલ જપ્ત, જામનગરની મહિલા પાસેથી ગાંજો ખરીદ્યો હોવાની કબૂલાત

    13 hours ago

    પોરબંદરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ તેની પ્રથમ સફળ કાર્યવાહી કરી છે. રાજ્યમાંથી ડ્રગ્સ અને માદક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે ગૃહ વિભાગ દ્વારા રચાયેલી ANTFની જૂનાગઢ વિંગની ટીમે અસ્માવતી રિવરફ્રન્ટ નજીકથી એક 66 વર્ષીય વૃદ્ધાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. ANTFના પી.આઈ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાખણશી ભૂતિયાને બાતમી મળી હતી કે, અસ્માવતી રિવરફ્રન્ટ નજીકની ઝૂંપડપટ્ટીમાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર થાય છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સાવંતીબેન દેવસિંગ ચૌહાણ (ઉં. 66) નામની મહિલાના કબજામાંથી બે પેકેટમાં ભરેલો આશરે 311 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 15,550 આંકવામાં આવી છે. પોલીસે એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 16,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલાએ આ ગાંજાનો જથ્થો જામનગરમાં રહેતી એક અજાણી મહિલા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપી મહિલા અને જપ્ત કરાયેલો મુદ્દામાલ કમલાબાગ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે એડીજીના નેતૃત્વ હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ANTF દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રથમ સફળ કાર્યવાહી છે.
    Click here to Read More
    Previous Article
    અમને ફરીથી આંદોલન કરવા મજબૂર ન કરો- કોકરોચ પાર્ટી:વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરારનું ઉલ્લંઘન, કાલે સાંજ સુધીમાં લેખિતમાં માંગણીઓની નકલ આપો
    Next Article
    અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે:પહેલીવાર ઝડપાયા તો 50 હજાર દંડ અને 90 દિવસ સીલ, બીજીવારમાં 1 લાખ દંડ, ત્રીજીવારમાં દસ્તાવેજ રદ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment