Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ-મુંબઈની ફ્લાઈટમાં ધુમાડો, પાઇલોટે 'Mayday' કોલ આપ્યો, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ:194 પેસેન્જરના જીવ અધ્ધર, હિરાસર એરપોર્ટ પર એક સાથે 70 એમ્બ્યુલન્સ દોડાવી

    13 hours ago

    દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટ (IGO1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો દેખાતા ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આ ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું હતું. મુસાફરોને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બૉમ્બ અને ડોગ સ્ક્વોડ એરપોર્ટ પહોંચી ગઈ છે. ફ્લાઇટના પાયલોટને કાર્ગોમાં ધુમાડો દેખાતા તેના દ્વારા મેડે... મેડે... મેડે (ઇમરજન્સી)નો મેસેજ આપવામાં આવતા તાત્કાલિક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ATC દ્વારા ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી. ઇન્ડિગો ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ દુબઇથી સહી સલામત ઉપડી હતી, પરંતુ રસ્તામાં ફલાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક શરૂ થતા આ ફ્લાઇટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લીધે ફલાઇટમાં બેસેલા ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરો ડરી ગયા હતા પરંતુ પાયલોટ દ્વારા ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવતા મુસાફરોનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાનો મેજર કોલ મળતા જ રાજકોટથી મહાનગરપાલિકાના 2 ફાયર ફાઇટર અને 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને આ સમયે ફાયર બ્રિગેડના જવાનો તેમજ તબીબી સ્ટાફ પણ તૈયાર હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર, CISF અને એરપોર્ટ પોલીસ સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. 3:27 વાગ્યે ફ્લાઇટનું એરપોર્ટ પર લેન્ડિંગ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, IGO 1452 દુબઈ-મુંબઈ વચ્ચેની ફલાઇટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થતા 2:45 વાગ્યે ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જે બાદ 3:27 વાગ્યે આ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બેસેલા 194 જેટલા મુસાફરો સુરક્ષિત છે. 70 એમ્બ્યુલન્સ અને નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડબાય રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં કાર્ગો એરિયામાં પાયલોટને ધુમાડો દેખાયો હતો જેના કારણે ઇમર્જન્સી લેન્ડિંગ માટે જાણ કરવામાં આવતા ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર તાત્કાલિક અસરથી મેજર કોલ જાહેર કરી 70 જેટલી એમ્બ્યુલન્સ, નર્સિંગ સ્ટાફ, ડોક્ટર તેમજ ફાયર ફાઈટરને એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. સંપૂર્ણ ચેકિંગ બાદ જ ફ્લાઈટને ટેકઓફની મંજૂરી ફ્લાઈટના 185 પેસેન્જર્સ, 2 નાના બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારી રિફ્રેશમેન્ટ એરિયામાં રાખવામાં આવ્યા છે. ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આગ લાગી હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી છતાં ફ્લાઈટ રોકી દેવામાં આવી છે. સંપૂર્ણ ચેકિંગ બાદ જ ફ્લાઈટને ટેકઓફની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રીનો ફોન આવ્યો હતો. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે, પેસેન્જર્સને કોઈપણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, તેના માટે તમામ પગલાં લેવામાં આવે. આ સમાચાર પણ વાંચો સુરત એરપોર્ટ પર મોટી હોનારત ટળી, ગોવા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરનો ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ સુરતના એરપોર્ટ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-419માં બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક મુસાફરે અચાનક વિમાનનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો હતો. ક્રૂ મેમ્બર્સ અને CISFની સમયસૂચકતાને કારણે મોટો સુરક્ષા જોખમ ટળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે:પહેલીવાર ઝડપાયા તો 50 હજાર દંડ અને 90 દિવસ સીલ, બીજીવારમાં 1 લાખ દંડ, ત્રીજીવારમાં દસ્તાવેજ રદ કરાશે
    Next Article
    Withdraw Cases Or Protests Resume Tomorrow: CJP's Warning To Centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment