Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરથાણામાં 50 હજાર મકાનો વધ્યા છતાં માત્ર 67 કચરા ગાડીઓ:100ની જરૂરિયાત સામે 67 વાહનો, અવારનવાર બ્રેકડાઉન અને સ્ટાફની તંગી વચ્ચે સફાઈ વ્યવસ્થા પાટા પરથી ઉતરી

    7 hours ago

    સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા શહેરના તમામ ઝોનની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિશેષ સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરિયા સહિતના સભ્યોએ વરાછા-બી એટલે કે સરથાણા ઝોનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો તેમજ સેનિટરી સ્ટાફ સાથે વિગતવાર બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા, કચરા નિકાલ અને આરોગ્ય સંબંધિત ખૂટતી સુવિધાઓ અંગે ગહન ચર્ચા હાથ ધરી ઝોનની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. 50,000 કરતાં વધુ નવા આવાસો અને મિલકતોનો વધારો સરથાણા ઝોનમાં છેલ્લા લાંબા સમયથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ફરિયાદો ઉઠી રહી છે. પાલિકા દ્વારા વર્ષ 2020માં થયેલા સીમા વિસ્તરણ બાદ સરથાણા ઝોનનો ભૌગોલિક વ્યાપ ખૂબ જ મોટો થઈ ગયો છે. આ વિસ્તારમાં 50,000 કરતાં વધુ નવા આવાસો અને મિલકતોનો વધારો નોંધાયો છે, જેના પરિણામે વસ્તી અને કચરાનું પ્રમાણ મોટા પાયે વધ્યું છે. તેની સામે કચરો એકત્રિત કરવા માટે ફાળવવામાં આવેલા વાહનોની સંખ્યા વર્ષ 2022થી મર્યાદિત રહી ગઈ છે, જેના લીધે દરેક સોસાયટી કે ઘરો સુધી નિયમિત રીતે વાહનો પહોંચી શકતા નથી. ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓની અછતને લીધે તકલીફ આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય સમિતિ દ્વારા તમામ 9 ઝોનની મુલાકાત લઈને બેઠક કરવાનું આયોજન કરાયું છે. જેમાં સમિતિના સભ્યો, સ્થાનિક ડોક્ટર્સ અને સેનિટરી સ્ટાફ સાથે રહી જે-તે વિસ્તારની ચોક્કસ સમસ્યાઓ સમજવામાં આવી રહી છે. દરેક ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓની અછતને લીધે તકલીફ ઊભી થઈ રહી છે. અપૂરતા સાધનો હોવાથી કામગીરી પહોંચી વળતી નથી. વરાછા ઝોન-બીમાં હાલ 67 ગાડીઓ ઉપલબ્ધ છે, જે વર્ષ 2022માં અપાઈ હતી. હવે 2026 સુધીમાં વિસ્તાર અને વસ્તીમાં ભારે વધારો થયો છે અને ઓછામાં ઓછા 50,000 મકાનો વધ્યા છે. વાહનોની ઘટ હોવાને લીધે ગાડીઓ દરેક સ્થળે સમયસર પહોંચી શકતી નથી. હાલ 100 ગાર્બેજ કલેક્શન ગાડીઓની તાતી જરૂરિયાત અશોક રાંદેરિયાએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું કે, અત્યારે જે 67 ગાડીઓ ચાલે છે તેમાંથી પણ ઘણી ગાડીઓ જૂની હોવાથી અવારનવાર બ્રેકડાઉન થઈ જતી હોય છે. જ્યારે સાધન જ પૂરતા ન હોય ત્યારે કર્મચારીઓ પણ લાચાર બની જાય છે. વિસ્તારના કદ અને મિલકતોની સંખ્યા જોતાં આ ઝોનમાં હાલ 100 જેટલી ગાર્બેજ કલેક્શન ગાડીઓની તાતી જરૂરિયાત છે. હાલ પૂરતી સફાઈ વ્યવસ્થા જાળવી રાખવા માટે બહારથી ભાડે રાખેલા વાહનો અને ટ્રેક્ટરો મારફતે કામ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઝોનમાં વધારાની નવી ગાર્બેજ કલેક્શન વાહનોની ફાળવણી કરવા તજવીજ હાથ ધરવામાં આવશે. સેનિટરી સબ ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફમાં 25 ટકા ઘટ બેઠક દરમિયાન માત્ર વાહનોની ઘટ જ નહીં પરંતુ આરોગ્ય શાખામાં માનવબળની અછતનો મુદ્દો પણ સપાટી પર આવ્યો હતો. સરથાણા ઝોનમાં સેનિટરી ઈન્સ્પેક્ટર અને સેનિટરી સબ ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફમાં 25 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે. સુપરવિઝન અને ફિલ્ડ મોનિટરિંગ કરતા સ્ટાફની અછતને લીધે રોજીંદી સફાઈ અને ગાર્બેજ મોનિટરિંગની કામગીરી પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ ઘટ વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ સમિતિ દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવા અંગે ચર્ચા થઈ હતી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુવ્યવસ્થિત કરવા સૂચના આ ઉપરાંત સોસાયટીઓના સીઓપી (કોમન ઓપન પ્લોટ) વિસ્તારોમાં ગાર્ડનિંગ વેસ્ટ એકત્ર થતો હોવાથી તેના નિકાલ બાબતે પણ સ્થળ પર ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. રહેણાંક વિસ્તારોમાં ઝાડ-પાન કે બગીચાના કચરાનો યોગ્ય અને ઝડપી નિકાલ થાય તે માટે અલગથી આયોજન કરવા જણાવાયું હતું. આગામી દિવસોમાં સરથાણા ઝોનને વધારાની નવી ગાડીઓ ઉપલબ્ધ કરાવી તેમજ સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુવ્યવસ્થિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટ મ્યુ. કોર્ટ બંધ કરવા અને સર્વેશ્વર ચોકમાં પિંક ટોયલેટ બનાવા સહિતની 21 મહત્વની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
    Next Article
    ICCએ બદલ્યા ક્રિકેટના 8 મોટા નિયમો:બેટિંગમાં ટાઇમપાસ કર્યો તો 5 રનની પેનલ્ટી; રનઆઉટથી લઈને વાઇડ સુધીના નિયમો બદલાયા, ડ્રિંક્સ બ્રેકમાં કોચ પણ મેદાનમાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment