Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICCએ બદલ્યા ક્રિકેટના 8 મોટા નિયમો:બેટિંગમાં ટાઇમપાસ કર્યો તો 5 રનની પેનલ્ટી; રનઆઉટથી લઈને વાઇડ સુધીના નિયમો બદલાયા, ડ્રિંક્સ બ્રેકમાં કોચ પણ મેદાનમાં આવશે

    7 hours ago

    ICCએ ગુરુવારે ક્રિકેટના નિયમોમાં 8 ફેરફાર કર્યા છે. હવે બેટિંગ દરમિયાન જો કોઈ બેટર જાણીજોઈને સમય બગાડે છે, તો ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન મળશે. પુરુષ, મહિલા અને જુનિયર ક્રિકેટમાં વપરાતા બોલના કદ અને વજન માટે અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા નિયમો 1 ઑક્ટોબર 2026ના રોજ અથવા ત્યાર પછી શરૂ થતી ઈન્ટરનેશનલ સિરીઝ પર લાગુ થશે. જે સિરીઝ પહેલેથી ચાલી રહી છે, તેમાં જૂના નિયમો જ લાગુ રહેશે. 1. ત્રીજી ભૂલ પર ફિલ્ડિંગ ટીમને 5 રન હવે બેટરે બોલ રમવા માટે નક્કી કરાયેલા સમયની અંદર તૈયાર રહેવું પડશે. જો અમ્પાયરને લાગે કે બેટર બોલનો સામનો કરવા માટે સમયસર તૈયાર નથી, તો પહેલી ભૂલ પર ચેતવણી અને બીજી ભૂલ પર અંતિમ ચેતવણી આપવામાં આવશે. ત્રીજી ભૂલ પર ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે. 2. દિવસની ટેસ્ટમાં પિંક બોલનો ટ્રાયલ હવે દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચોમાં પણ પિંક બોલનો ઉપયોગ ટ્રાયલ તરીકે કરી શકાશે. તેનો હેતુ ખરાબ પ્રકાશને કારણે રમતને થતા નુકસાનને ઘટાડવાનો છે. આ માટે ટેસ્ટ શરૂ થવા પહેલાં બંને ટીમોની સંમતિ જરૂરી રહેશે. એકવાર પિંક બોલથી રમવાનો નિર્ણય થઈ જાય પછી મેચ દરમિયાન બોલ બદલી શકાશે નહીં. હાલમાં માત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં જ ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવે છે. 3. પુરુષ અને મહિલા ક્રિકેટમાં બોલ અલગ હશે પુરુષ અને મહિલા ક્રિકેટ માટે બોલના કદ અને વજનની અલગ-અલગ મર્યાદા હશે. પુરુષોના બોલનું વજન 156થી 163 ગ્રામ અને કદ 22.4થી 22.9 સેન્ટિમીટર હશે. મહિલાઓના બોલનું વજન 142થી 149 ગ્રામ અને કદ 21.5થી 22 સેન્ટિમીટર હશે. 4. ઓવરથ્રો નિયમમાં ફેરફાર જ્યારે ફિલ્ડર રન રોકવા અથવા રનઆઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને સ્ટમ્પ તરફ ફેંકે અને બોલ આગળ નીકળી જાય, ત્યારે તેને ઓવરથ્રો માનવામાં આવશે. પરંતુ જો ફિલ્ડર બોલને માત્ર રોકવાનો અથવા બીજા ફિલ્ડર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને તે દરમિયાન બોલ તેના હાથમાંથી છૂટી જાય, તો તેને ઓવરથ્રો માનવામાં આવશે નહીં. 5. રનઆઉટ અને સ્ટમ્પિંગ માટે બોલ પર સંપૂર્ણ નિયંત્રણ જરૂરી રનઆઉટ અથવા સ્ટમ્પિંગના કિસ્સામાં હવે માત્ર બોલને હાથ અથવા ગ્લવ્ઝથી સ્પર્શ કરવો પૂરતો રહેશે નહીં. ફિલ્ડર અથવા વિકેટકીપર પાસે બોલ પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો વિકેટકીપર બોલને માત્ર હાથથી સ્પર્શ કરે અને તે જ સમયે ગિલ્લીઓ પડી જાય, તો તેને બોલ પર સંપૂર્ણ નિયંત્રણ માનવામાં આવશે નહીં. આવા કિસ્સામાં માત્ર બોલને સ્પર્શ કરવો આઉટ આપવા માટે પૂરતો રહેશે નહીં. 6. છેલ્લી ઓવરમાં વિકેટ પડવાથી દિવસની રમત સમાપ્ત નહીં થાય ટેસ્ટ ક્રિકેટમાં હવે દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડવાથી રમત આપોઆપ સમાપ્ત નહીં થાય. જો છેલ્લી ઓવર પૂરી થઈ ન હોય અને હવામાન તથા મેદાનની પરિસ્થિતિઓ રમત માટે યોગ્ય હોય, તો બાકી રહેલા બોલ એ જ દિવસે નાખવામાં આવશે, બીજા દિવસે નહીં. માની લો કે દિવસની છેલ્લી ઓવરમાં 3 બોલ બાકી છે અને વિકેટ પડી જાય, તો યોગ્ય પરિસ્થિતિમાં બે બોલ નાખવામાં આવશે. અગાઉ આવી સ્થિતિમાં દિવસની રમત સમાપ્ત કરી દેવામાં આવતી હતી. ICC મુજબ, તેનાથી સમયની બચત થશે. 7. T-20માં 15 મિનિટનો ઇન્ટરવલ, ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોચ મેદાન પર T-20 આંતરરાષ્ટ્રીયમાં હવે 15 મિનિટનો નિર્ધારિત ઇન્ટરવલ રહેશે. જો મેચમાં અગાઉ સમયનું નુકસાન થયું હોય, તો આ ઇન્ટરવલ ઘટાડીને 10 મિનિટ કરી શકાય છે. વનડે અને T-20માં હેડ કોચ ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન પર આવી શકે છે. 8. લેગ સાઇડ વાઇડ માટે બેટરની સ્થિતિ જોવામાં આવશે વનડે અને T-20માં લેગ સાઇડ વાઇડ સંબંધિત નિયમ હવે લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ એવા પ્રસંગોએ લાગુ પડશે, જ્યારે બેટર બોલ ફેંકવામાં આવે તે પહેલાં અથવા બોલ ફેંકતી વખતે પોતાની સ્થિતિ બદલી લે છે. હવે બોલ ફેંકવામાં આવે તે સમયે બેટરના પગની સ્થિતિને આધાર માનવામાં આવશે. જો બોલ ફેંકાયા પછી બેટર ઑફ સાઇડ તરફ જાય છે, તો ત્યારબાદની તેની મૂવમેન્ટને વાઇડ નક્કી કરવાનો આધાર બનાવવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સરથાણામાં 50 હજાર મકાનો વધ્યા છતાં માત્ર 67 કચરા ગાડીઓ:100ની જરૂરિયાત સામે 67 વાહનો, અવારનવાર બ્રેકડાઉન અને સ્ટાફની તંગી વચ્ચે સફાઈ વ્યવસ્થા પાટા પરથી ઉતરી
    Next Article
    34 હજાર ફૂટ ઊંચેથી પ્લેન નીચે આવ્યું:લોહીથી લથબથ ગુજરાતી પાઇલટે કોકપિટ કેવી રીતે ખોલી? 17 મિનિટમાં 9/11 જેવો હુમલો ટળ્યો ને કેપ્ટન સ્મિત હીરો બની ગયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment