Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલવાહક રિક્ષાચાલક પાસેથી રૂ.50ની લાંચ લીધી હતી:પોલીસની ગાડીમાં પાછળની સીટ નીચેથી 569 કાર્ડ મળ્યા હતા, પોલીસકર્મીને 10 વર્ષ અને વચેટિયાને 7 વર્ષની કેદની સજા

    11 hours ago

    રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણા અને તેમના વતી વહિવટ કરતા ખાનગી વ્યક્તિ દિપકભાઈ કાન્તિભાઈ પરમારને લાંચ કેસમાં તકસીરવાન ઠેરવી સેશન્સ કોર્ટે આરોપી બિપીનભાઈ મકવાણાને 10 વર્ષની સખત કેદ અને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે મદદગારી કરનાર દિપકભાઈ પરમારને 7 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખના દંડની સજા ફટકારી છે. આરોપીએ ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચની માંગણી કરી હતી વર્ષ 2018માં રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર એસીબી દ્વારા લાંચનું ડિકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ડિકોય ટ્રેપ દરમિયાન, ડિકોયરની માલવાહક રિક્ષાને આરોપી દિપકભાઈ પરમારે ઊભી રખાવી હતી અને તેણે ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચની માંગણી કરી હતી અને તે રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકાર્યાના પુરાવા રૂપે તેણે ડિકોયરને માર્ચ 2018ના માસનું એક કાર્ડ આપ્યું હતું જેના આધારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસની ગાડીમાંથી 569 કાર્ડ મળ્યા હતા ​તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં આરોપી દિપકભાઈ પાસેથી અન્ય 16 કાર્ડ મળી આવ્યા હતા. એટલું જ નહીં, આરોપી બિપીનભાઈ મકવાણાના હસ્તકની સરકારી જીપની પાછળની સીટ નીચેથી પણ કુલ 569 કાર્ડ મળી આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરતા હતા કે પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈએ પોતાના પદનો દુરુપયોગ કરી, પ્રજાજન દિપકભાઈની મદદથી ઉઘરાણું કરવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. આ અંગે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી બિપીન મકવાણાને 10 વર્ષની કેદની સજા ​આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સેશન્સ કોર્ટે આરોપી બિપીનભાઈ મકવાણાને 10 વર્ષની સખત કેદ અને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે મદદગારી કરનાર દિપકભાઈ પરમારને 7 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખના દંડની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    કંગાળ પાકિસ્તાને 50 વર્ષ પછી ફરી દારૂ વેચવાનું શરૂ કર્યું:બિન-મુસ્લિમ દેશોને સપ્લાય કરશે, પહેલાં ઇસ્લામિક નિયમોનો હવાલો આપીને પ્રતિબંધ મૂક્યો હતો
    Next Article
    3 વોર્ડમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર:ડ્રાઈવરો અને કંડક્ટરો માટે વિશેષ તાલીમ યોજાઈ, રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 9-9 ફેરા વધારવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment