Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરકોટ ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ:ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રથમવાર શરૂ થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોની પ્રમોશનલ ઓફર હેઠળ આગામી બે અઠવાડિયા સુધી માત્ર 50 રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ રહેશે.

    7 hours ago

    ​જૂનાગઢના ઐતિહાસિક વારસાને જીવંત રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે ઉપરકોટ કિલ્લામાં એક નવું નજરાણું ઉમેરાયું છે. ઉપરકોટ કિલ્લા પરિસરમાં પ્રથમ વખત 'લાઈટ એન્ડ સાઉન્ડ શો'નો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, અને આવતીકાલથી આ ભવ્ય શો સામાન્ય જનતા તથા પ્રવાસીઓ માટે નિયમિતપણે ખુલ્લો મૂકવામાં આવશે. ​સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના ટુરિઝમના હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે ઉપરકોટ ખાતે આયોજિત આ પ્રથમ શોમાં લગભગ 200 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ અદભુત પ્રયોગને નિહાળીને આનંદ માણ્યો હતો. આ અંદાજે 20 મિનિટનો લાઈટ એન્ડ સાઉન્ડ શો આખેઆખો જૂનાગઢ અને સોરઠનો સમૃદ્ધ ઇતિહાસ સુંદર રીતે આવરી લે છે. ​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ શોના સ્ટોરી નેરેશનમાં ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, રા' નવઘણ તેમજ 12 વર્ષ સુધી ચાલેલા પ્રખ્યાત યુદ્ધ અને ત્યારપછીના બનાવો સહિતની ઐતિહાસિક વિગતો ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે, જે ઉપસ્થિત દરેક દર્શકોને ખૂબ જ આકર્ષિત અને મંત્રમુગ્ધ કરે છે. આ શો સામાન્ય રીતે સૂર્યાસ્ત થયા પછી એટલે કે અંધારું થયા બાદ શરૂ થાય છે, અને હાલમાં આ ઋતુ મુજબ તેનો સમય સાંજે 7:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે, જે આગામી સમયમાં ઋતુ પ્રમાણે બદલાતો રહેશે. ​શોના ટિકિટ દર અંગે માહિતી આપતા રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં આ શો માટે ટિકિટનો ભાવ 150 રૂપિયા પ્લસ જીએસટી (એટલે કે કુલ 177 રૂપિયા) હોય છે. પરંતુ, નાગરિકો માટે પ્રોમોશનલ ઓફર રૂપે આગામી બે અઠવાડિયા સુધી જીએસટી સાથે માત્ર 50 રૂપિયા જ ટિકિટ દર રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દેવળીયા આંગણવાડીમાં આંગણ ઉત્સવ ઉજવાયો:સરપંચ, તલાટી, શિક્ષકો અને વાલીઓની હાજરીમાં બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ કરી
    Next Article
    આક્ષેપો પુરવાર ન થતાં કોર્ટે બચાવ પક્ષની દલીલો માન્ય રાખી:એસીબી ટ્રેપમાં ગાંધીગ્રામના તત્કાલીન પીઆઇને ફસાવવાના કેસમાં પૂર્વ પીએસઆઈ અને કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment