Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 વોર્ડમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર:ડ્રાઈવરો અને કંડક્ટરો માટે વિશેષ તાલીમ યોજાઈ, રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 9-9 ફેરા વધારવામાં આવ્યા

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. 10, 11 અને 12 માં આવેલા વિવિધ ટી.પી. સ્કીમના અનામત પ્લોટ તેમજ ટી.પી. રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં 3783 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની અંદાજીત કિંમત રૂ. 32.14 કરોડ છે. નડતરરૂપ અને અન્ય ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર મવડી અને નાનામવા વિસ્તારમાં સોરઠીયા પાર્ક, એ.જી. સોસાયટી અને મવડી-પાળ રોડ પર નડતરરૂપ વાણિજ્યિક અને અન્ય બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ફાયર વિભાગ અને વિજિલન્સ પોલીસનો કાફલો પણ જોડાયો હતો. સિટી બસના કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ મુસાફરોની સુરક્ષા અને પરિવહન સેવાને વધુ બહેતર બનાવવા માટે 'રાજકોટ રાજપથ લિ.' (RRL) દ્વારા ડ્રાઈવરો અને કંડક્ટરો માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત આર.ટી.ઓ. જે.વી. શાહ દ્વારા કર્મચારીઓને સુરક્ષિત ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને મુસાફરો સાથે વિનમ્ર વર્તન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં 82 રૂટ પર 100 CNG અને 134 ઇલેક્ટ્રિક બસો મળી કુલ 234 બસો કાર્યરત છે. સ્પેશિયલ ટ્રેન અને આરપીએફની કામગીરી વેકેશનમાં મુસાફરોનો ધસારો જોતા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 9-9 ફેરા વધારવામાં આવ્યા છે. આ ટ્રેન હવે 18 મેથી 13 જુલાઈ, 2026 સુધી ચાલશે, જેનું બુકિંગ 7 મેથી શરૂ થશે. જ્યારે બનારસ-ઓખા એક્સપ્રેસમાં એક મુસાફર પોતાનું લેપટોપ અને કિંમતી સામાન ટ્રેનમાં ભૂલી ગયા હતા. રેલવે સુરક્ષા બળે ત્વરિત કાર્યવાહી કરી ખંભાળિયા સ્ટેશનેથી રૂ. 57,360ની કિંમતનો સામાન શોધી કાઢી મુસાફરને પરત સોંપ્યો હતો. ચોમાસા પૂર્વેની વહીવટી તૈયારીઓ ચોમાસામાં પૂર કે અન્ય કટોકટીને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 12 નાયબ કલેક્ટરોને અલગ-અલગ તાલુકાઓની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. 1 જૂનથી જિલ્લામાં ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત થઈ જશે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી, પાણીના નિકાલમાં નડતરરૂપ દબાણો દૂર કરવા અને જોખમી હોર્ડિંગ્સ હટાવવા જેવી સૂચનાઓ આપી દેવામાં આવી છે. વધુમાં, સુરક્ષાના ભાગરૂપે ચોમાસા દરમિયાન વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ બંધ રાખવા પણ જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    માલવાહક રિક્ષાચાલક પાસેથી રૂ.50ની લાંચ લીધી હતી:પોલીસની ગાડીમાં પાછળની સીટ નીચેથી 569 કાર્ડ મળ્યા હતા, પોલીસકર્મીને 10 વર્ષ અને વચેટિયાને 7 વર્ષની કેદની સજા
    Next Article
    Man Created Ex-Lover's Tinder Profile, Asked Men To Rape Her. 18 Turned Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment