Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ:એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 5 સામે ફરિયાદ નોંધવા દેસાઈની અરજી

    2 days ago

    અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 - 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. એક જ વ્યક્તિ 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની કોંગ્રેસે માંગ કરી કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. 'અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે' કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 'સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ' વધુમાં નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી યોગ્ય રીતે તપાસ કરે તો ઘણું બધું સામે આવી શકે છે. અધિકારી હાજર ન હોવા છતાં મટીરિયલ કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ચૂંટણી પંચના અધિકારી વગર મતદાન ન થઈ શકે તો આટલી હદે ખોટું ચાલી રહ્યું છે. હોમગાર્ડ ઓફિસમાં જ જો આ રીતે ખોટું ચાલતું હોય તો અમારું માનવું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પોલીસ ફરિયાદમાં ત્રણ સિક્કાવાળા વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે. હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જવાબદાર ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે માટે પાંચ નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત સામે આવશે. કોઈનો મત અન્ય કોઈ વ્યક્તિ આપી દે તે સૌથી મોટું પાપ છે. નિષ્પક્ષ તપાસ થશે તો ઘણા બધા લોકો જેલમાં પણ જશે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોર GIDCના ભંગારના ગોડાઉનમાં આગ:આસપાસના વિસ્તારમાં અફરાતફરી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો, ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ
    Next Article
    સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ ગામ ગાંડુ કર્યું:માથા વિનાના ચાલકથી પેડલ લાગે અને વળાંક પણ લે, ટેકનોલોજી જોઈ લોકો દંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment