Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ ગામ ગાંડુ કર્યું:માથા વિનાના ચાલકથી પેડલ લાગે અને વળાંક પણ લે, ટેકનોલોજી જોઈ લોકો દંગ

    11 hours ago

    સાયન્સ અને ટેકનોલોજીના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર 'ક્રિએટિવ સાયન્સ' તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને 'ઘોસ્ટ સાયકલ' તરીકે ઓળખાવી રહ્યા છે. યુવકની ત્રણ મહિનાની મહેનત અને AIનો જાદુ શિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ-નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે. ભૂતિયો અહેસાસ કરાવતું એનિમેટેડ પેડલિંગ આ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. 'બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા' શિવમ જણાવે છે કે, જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા, કારણ કે સાયકલ પર કોઈ બેઠું નહોતું છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા. મોબાઇલ એપ અને રિમોટથી સંચાલન થાય છે આ 'ઘોસ્ટ સાયકલ' ત્રણ અલગ-અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં અને અડચણો ઓળખવામાં મદદ કરે છે. કોણ છે ઇનોવેટર શિવમ મૌર્ય? શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ 'Creative Science' પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા પણ તેઓ ડ્રાઈવર વગરની 'ગરુડા AI બાઇક' બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે, આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ આ પ્રયોગ પાછળની ક્રિએટિવ સાયન્સ સંસ્થા આઠથી દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ કરી રહી છે. ડ્રાઇવરલેસ બાઇક, એક ટાયર સ્કૂટર, રોબોટ રિક્ષા અને કેપ્સ્યુલ કાર જેવા પ્રોજેક્ટ અગાઉ રજૂ થઈ ચૂક્યા છે. સુરતમાં નવીન શોધોની શ્રેણી યથાવત સુરત શહેરમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રસ વધારી રહી છે અને યુવાનોને નવી દિશા તરફ પ્રેરણા આપી રહી છે. આવા પ્રયોગો માત્ર પ્રદર્શન પૂરતા નહીં રહેતા. ભવિષ્યમાં શહેરના ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ સિટી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો સુરતના 3 વિદ્યાર્થીએ બનાવી AI બાઇક 'ગરુડા' 9 મહિના પહેલા સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ યુવા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ 'ગરુડા' નામની AI સંચાલિત બાઇક બનાવી હતી. શિવમ મૌર્ય, ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટીલ નામના વિદ્યાર્થીઓએ 50% પાર્ટ્સ સ્ક્રેપમાંથી અને બાકીના 50 ટકા પાર્ટ્સ જાતે બનાવ્યા હતાં. જ્યારે બાઈક બનાવવાનો ખર્ચ 1.80 લાખ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ:એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 5 સામે ફરિયાદ નોંધવા દેસાઈની અરજી
    Next Article
    'Iran Has Thousands Of Missiles To Continue War': Intel Belies Trump's Claim

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment