Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે?:ઇન્સ્ટાગ્રામ ચેટ મુદ્દે મોરબીના વેપારી પાસે 50 લાખની ખંડણી મગાઈ અને મારપીટ કરાઈ, 4 આરોપીની ધરપકડ

    7 hours ago

    તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે? કહી વેપારી પાસે ખંડણી માગવાનો ચોંકાવનારી ઘટના મોરબીમાં સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીતને મુદ્દો બનાવી યુવાન પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી માંગવા, મારપીટ કરવા અને ધમકી આપવાના ગુનામાં પોલીસે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 1 આરોપીને ઝડપી પાડવા તજવીજ ચાલી રહી છે. સમગ્ર મામલો શું છે? રવાપર રોડ પર આલાપ રોડ ખાતે ખોડિયાર પાર્ક સામે આવેલી ભભોડીની વાડીમાં રહેતા 22 વર્ષીય નરેશ ચુનીલાલ નકુમે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી કાજલ ભરત પરમારે ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદીને રિક્વેસ્ટ મોકલી મેસેજ દ્વારા વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓએ "તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે?" તેમ કહી ફરિયાદીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ શરૂઆતમાં રૂપિયા 50 લાખની માંગણી કરી હતી અને બાદમાં રૂપિયા 12 લાખ નક્કી કર્યા હતા. મારપીટ અને ધમકી આપી ખંડણીની ઉઘરાણી બળજબરીથી નાણાં પડાવવા માટે આરોપીઓએ ફરિયાદીના ઘર નજીક જ તેને માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીને ભય બતાવી "તારા ઘરે અમારી બહેનને મૂકી જઈશું" તેવી ધમકી પણ આપી હતી. ધરપકડ થયેલા આરોપી રાજુ ઉર્ફે કપન મોમજી મુછદિયા (રહે. ધર્મસૃષ્ટિ, જાંબુડિયા) તેજસ ઉર્ફે તેજો રમેશ પઢારિયા (રહે. નાનારામપર, તા. ટંકારા) ભીમજી મહાદેવ પરમાર (રહે. નોંધની વાડી, રવાપર, મોરબી) કાજલ ભરત પરમાર (રહે. સાનિધ્ય પાર્ક, જૂની પીપળી, તા. મોરબી) વોન્ટેડ આરોપી (1): ભાવેશ મનસુખ કંઝારિયા (રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી) પોલીસની કાર્યવાહી ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી ભાવેશ મનસુખ કંઝારિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જમીનમાં ભાગ ન મળતા યુવાનનો આપઘાત:રાજકોટમાં ભૂલથી એસિડવાળું પાણી પી જતા મહિલાનું મોત, પડોશી યુવાને ફટાકડા ફોડતા યુવતી દાઝતા FIR
    Next Article
    પ્રેમીએ ગળાફાંસો ખાતા પ્રેમિકાએ કૂવો પૂર્યો:ગોધરાના અછાલા અને ઘોઘંબાના રૂપારેલની ઘટના; ત્રણ મહિનાનું બાળક માતા-પિતા વિના થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment