Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમીએ ગળાફાંસો ખાતા પ્રેમિકાએ કૂવો પૂર્યો:ગોધરાના અછાલા અને ઘોઘંબાના રૂપારેલની ઘટના; ત્રણ મહિનાનું બાળક માતા-પિતા વિના થયું

    7 घंटे पहले

    પંચમહાલના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં રહેલા યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર અલગ-અલગ સ્થળે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે બંનેનું 3 માસનું માસૂમ બાળક માતા-પિતાની છત્રછાયા ગુમાવી નોંધારું બન્યું છે. ગોધરા તાલુકા અને ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.)ની નોંધ પ્રેમીએ જંગલમાં ફાંસો ખાધો એની ખબર પડતાં પગલું ભર્યુ ગોધરા તાલુકાના અછાલા ગામના 22 વર્ષીય કેતન અરવિંદ પટેલે ગામના ડુંગર ફળિયાના જંગલ વિસ્તારમાં જઈ ઝાડ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.કેતને આપઘાત કર્યો હોવાની જાણ ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામની તેની પ્રેમિકા પારુલને થઈ હતી. પ્રેમીના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી પારુલે પણ રૂપારેલ ગામે પોતાના ઘર નજીક આવેલા કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ યુગલને 3 માસનું એક બાળક પણ છે. બંને પરિવારોમાં માતમ, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ એકસાથે બનેલી આપઘાતની આ બે ઘટનાઓને પગલે બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં યુવકના બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અને યુવતીના બનાવ અંગે ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.)ની નોંધ કરવામાં આવી છે. બંને પોલીસ મથકો દ્વારા આ અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે?:ઇન્સ્ટાગ્રામ ચેટ મુદ્દે મોરબીના વેપારી પાસે 50 લાખની ખંડણી મગાઈ અને મારપીટ કરાઈ, 4 આરોપીની ધરપકડ
    Next Article
    મોડાસા-ધનસુરા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું:જય ભવાની ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસનો શુભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment