Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમારું સિમ-કાર્ડ બીજાને વાપરવા આપશો તો 50 લાખ રૂપિયાનો દંડ:3 વર્ષની જેલ પણ થશે, તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે? આ રીતે ચેક કરો

    11 hours ago

    તમારા દસ્તાવેજો પર લેવામાં આવેલું સિમ કોઈ અન્યને આપવું ભારે પડી શકે છે. દૂરસંચાર વિભાગે 21 સપ્ટેમ્બરે નવી એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે નકલી IDથી સિમ ખરીદવા અથવા વેચવા પર કે મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવા પર 3 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે સલાહ આપી છે કે તમામ નાગરિકો સંચાર સાથી પોર્ટલ અથવા એપ પર જઈને તરત જ તપાસ કરે કે તેમના ID પર તેમની જાણકારી વિના કોઈ અજાણ્યો મોબાઈલ નંબર સક્રિય તો નથી. છત્તીસગઢના કૌભાંડ બાદ સરકારે એડવાઈઝરી જાહેર કરી દૂરસંચાર વિભાગે આ પગલું છત્તીસગઢમાં થયેલા એક મોટા સાયબર ફ્રોડ બાદ ઉઠાવ્યું છે. ત્યાં એક સિમ વેચતા એજન્ટે લોકોના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરીને તેમની જાણ વગર 25 નકલી સિમ સક્રિય કરી નાખ્યા હતા. મામલો સામે આવતાની સાથે જ DoTએ એજન્ટને બ્લેકલિસ્ટ કરી દીધો અને રી-વેરિફિકેશનમાં નિષ્ફળ રહેતાં તમામ 25 નકલી નંબરોને તરત જ બંધ કરી દીધા. ભાડે સિમ આપનાર મૂળ ગ્રાહક પણ ફસાશે દૂરસંચાર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તમે તમારા નામે સિમ ખરીદીને કોઈ અન્યને વેચો છો, ભાડે આપો છો અથવા સાયબર છેતરપિંડી માટે તેનો ઉપયોગ થવા દો છો, તો પોલીસ કેસ અને કાનૂની કાર્યવાહી તમારા વિરુદ્ધ પણ થશે. આ ઉપરાંત ખોટા દસ્તાવેજોથી સિમ લેવું, ઓળખ છુપાવીને છેતરપિંડી કરવી અથવા કોઈ અન્યના નામે આવેલા સિમનો ખોટો ઉપયોગ કરવો પણ ગંભીર ગુનો છે. જ્યારે કોઈ ઠગ કોઈ ID પ્રૂફથી અથવા પૈસાની લાલચ આપીને સિમ લે છે અને તેનાથી સાયબર ગુનાને અંજામ આપે છે, ત્યારે તે સિમને 'મ્યુલ સિમ' કહેવામાં આવે છે. IMEI નંબર અને કોલિંગ ID બદલવા પર પણ પ્રતિબંધ એડવાઇઝરી મુજબ, જે ફોનના IMEI નંબર સાથે ચેડાં અથવા ફેરફાર કરવામાં આવ્યો હોય, તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. સાથે જ, એપ્સ અથવા વેબસાઇટ્સ દ્વારા કોઈ અન્ય વ્યક્તિનો નંબર દર્શાવીને કોલ કરવાના (કોલિંગ ID બદલવાના) ટૂલ્સનો ઉપયોગ કરવો પણ ગુનો છે. સરકારે તેને દેશની સુરક્ષા અને નેટવર્ક માટે મોટો ખતરો ગણાવ્યો છે. સિમ કાર્ડની મર્યાદા અંગેનો નિયમ શું છે? ભારતમાં એક વ્યક્તિના નામે વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખવાનો નિયમ ઘણો જૂનો છે. જોકે, જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે આ નિયમ થોડો અલગ છે. સુરક્ષા કારણોસર આ રાજ્યોમાં રહેતા લોકો પોતાના નામે મહત્તમ 6 સિમ કાર્ડ જ રાખી શકે છે. સરકારે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ પોર્ટલ પર દેશના તમામ મોબાઇલ વપરાશકર્તાઓનો ડેટા ઉપલબ્ધ છે. નવું સિમ સક્રિય કરતા પહેલાં કંપનીઓ આ પોર્ટલ પર તપાસ કરશે કે તમારા નામે કુલ કેટલા સિમ ચાલી રહ્યા છે. પોર્ટલ પર વધારાના સિમ ધરાવતા લોકોનો ફોટો દેખાશે નિયમોને વધુ કડક બનાવવા માટે સરકારે 23 ઓગસ્ટથી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું છે. આ અંતર્ગત, જે લોકો સિમ કાર્ડની નિર્ધારિત મર્યાદા (9 સિમ) કરતાં વધુ સિમ ધરાવે છે, તેમનો ફોટો આ પોર્ટલ પર દેખાવા લાગશે. તેથી સિમ વેચતી વખતે ડીલરો તરત ઓળખી શકશે કે કયા ગ્રાહકને નવું સિમ આપવાનો ઇનકાર કરવો છે. 30 નવેમ્બર સુધી કંપનીઓને સિસ્ટમ સુધારવાની મુદત દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને પોતાની સિસ્ટમને આ નવા સરકારી પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ રીતે જોડવા માટે 30 નવેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી કંપનીઓએ પોતાની સમગ્ર પ્રક્રિયા સુધારવી પડશે, જેથી કોઈ પણ વધારાની સિમ સક્રિય ન થઈ શકે. ------------------------- આ સમાચાર પણ વાંચો: સસ્તામાં iPhone 18-પ્રો લેવો હોય તો દુબઈ પહોંચી જાવ:ભારત કરતાં ₹33,000 સસ્તો, ફ્લાઇટ-વિઝાના ખર્ચા પછી પણ પૈસા બચશે, સમજો સંપૂર્ણ ગણિત આઈફોન 18 પ્રો અને પ્રો મેક્સ ખરીદવાનો ક્રેઝ કેટલો છે, તેનો અંદાજ તો તમે ભારતમાં એપલ સ્ટોર પર લાઈનમાં ઊભેલા લોકોને જોઈને લગાવી શકો છો. એટલું જ નહીં, આ વખતે એપલ ફેન્સ માટે આ શોપિંગ ટ્રિપ ઇન્ટરનેશનલ બની ગઈ છે. લોકો આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સ ખરીદવા માટે દુબઈ જઈ રહ્યા છે, કારણ કે ભારત અને UAEની કિંમતોમાં મોટો તફાવત છે. ખરીદદારોનું કહેવું છે કે ફ્લાઇટ ટિકિટ અને વિઝાનો ખર્ચ ઉમેર્યા પછી પણ દુબઈથી આઈફોન ખરીદવો સસ્તો પડી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    ઉમરગામ GIDCની કૃપા ટેક્સટાઇલ કંપનીમાં આગ:કર્મચારીઓમાં દોડધામ, ફાયર ટીમોએ પહોંચી કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી
    Next Article
    On Groping Case, Bihar Minister's "Isolated Incidents Happen" Shocker

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment