Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્યનારાયણ સોસાયટીમાં બે પરિવારો વચ્ચે શસ્ત્ર અથડામણ:સામે જોવા અને બાઈક સાઇડમાં લેવા બાબતે બે યુવક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, બંને પક્ષે નોંધાવી ફરિયાદ

    3 days ago

    ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી વિસ્તારમાં બે યુવક વચ્ચે કાતર મારવા બાબતે અને બાઈક સાઈડમાં લેવાના મામલે બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બની બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. બન્ને પક્ષે લાકડી અને ધોકા વડે મારામારી સર્જાયા બાદ મામલો પોલીસ મથક પહોંચતા બોરતળાવ પોલીસ મથકમાં સામ સામે ગુના નોંધાયા હતા. યુવકને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા દિપક કાળુભાઈ બોરીયાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો ભત્રીજો મીત તેઓની શેરીમાં દુધ લેવા જતો હતો, ત્યારે પ્રદિપ અને પરેશે તેના ભત્રીજાને તું સામુ કેમ જોવે છે અને કાતર કેમ મારે છે તેમ કહી લાફા મારી દેતા તેઓ અને તેના દીકરા સમજાવવા માટે જતા બુધા રબારી અને પ્રવિણ રબારીએ તેને તેમજ તેના દીકરાને સરલ, ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી તેઓની જ્ઞાતી વિશે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને લઈ પોલીસે પ્રદિપ બાબુભાઈ રબારી, પરેશ ઉર્ફે નનો રબારી, બાબુ રબારી, પ્રવીણ રબારી તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS 118(1), 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 અને અનુસુચિત જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ અધિનિયમ તળે ગુનો દાખલ કર્યો હતો. લાકડી-ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્યારે સામા પક્ષે ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પોલા બુધાભાઈ સાંબડે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ દુધ દેવા જતા હતા, ત્યારે ધ્રુવ દિપકભાઈએ તેઓને બાઈક સાઈડમાં લેવાનું કહી તેની સાથે બોલાચાલી અને ઝધડો કરી ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામે વારાફરતી આવી લાકડી અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ:નફામાં 50% ભાગ લેતો, એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો; અમદાવાદમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસો
    Next Article
    જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા.:​જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 'આપ' ની પ્રથમ યાદી જાહેર: ઉમેદવારોએ ખોરાસા બાલાજીના દર્શન કરી વિજયના નિર્ધાર સાથે પ્રચાર શરૂ કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment