Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50થી વધુ કરદાતાઓએ લાભ લીધો‎:ઇ-નગર પોર્ટલ ચાલુ, રૂ.2.82 લાખનો વેરો પાલિકામાં જમા

    13 hours ago

    પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા 1 થી 4 ઓક્ટોબર 2026 દરમિયાન ઈ-નગર 2.0 ના ગો-લાઈવ ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે ઓનલાઈન તથા બેક-ઓફિસ સેવાઓ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 1 ઓક્ટોબરે સવારે કર્મચારીઓએ ઓફિસે આવીને ઓનલાઈન તપાસ કરતાં પોર્ટલ કાર્યરત જોવા મળ્યું હતું. પોર્ટલ ચાલુ રહેતાં વેરા શાખાના કર્મચારીઓએ આખો દિવસ ટેક્સ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખી હતી. આ દરમિયાન 50 થી વધુ નાગરિકોએ રૂ.2.82 લાખથી વધુનો વેરો પાલિકામાં જમા કરાવ્યો હતો. આ અંગે શાખાના કર્મચારીઓનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે અમને ગુરુવારથી પોર્ટલ બંધ રહેવાની જ સૂચના મળી હતી, પોર્ટલ કેમ ચાલુ રહ્યું તે અંગે ખબર નથી. પરંતુ પોર્ટલ ચાલુ હોવાથી અમે ટેક્સ સ્વીકારવાની કામગીરી કરી છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 1 થી 4 ઓક્ટોબર દરમિયાન જે પણ ટેક્સધારકોની છેલ્લી તારીખ આવતી હશે, તેમને અગાઉની તારીખ મુજબ જ રીબેટનો પૂરેપૂરો લાભ આપવામાં આવશે, જેથી કોઈ પણ કરદાતાને આર્થિક નુકસાન થશે નહીં.
    Click here to Read More
    Previous Article
    હજારો શીખ સૈનિકો બળવાખોર બન્યા, હથિયારો અને ગાડીઓ લૂંટી લીધી:એન્કાઉન્ટરમાં 47 માર્યા ગયા, 4 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરીને ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લીધો
    Next Article
    દેવીપૂજક વેડુ સમાજ જાગૃતિ અભિયાન બેઠક યોજાઈ‎:શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો અને ‎વ્યસનો નાબૂદ કરવા દેવીપૂજકની પહેલ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment