Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવીપૂજક વેડુ સમાજ જાગૃતિ અભિયાન બેઠક યોજાઈ‎:શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો અને ‎વ્યસનો નાબૂદ કરવા દેવીપૂજકની પહેલ‎

    12 hours ago

    પાટણના સિંધવાઈ માતા મંદિર સંકુલ ખાતે દેવીપૂજક વેડુ સમાજ જાગૃતિ અભિયાન બેઠક યોજાઈ હતી.ડીએનટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને કુરિવાજો તથા વ્યસનો નાબૂદ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેવીપૂજક વેડુ સમાજ જાગૃતિ અભિયાન અંતર્ગત ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પાટણ ખાતે સિંધવાઈ માતા મંદિર સંકુલમાં સમાજની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનો નાબૂદ થાય તેવા સામાજિક સુધારણાના હેતુ સાથે આયોજિત આ બેઠકમાં ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડીડબલ્યુબીડીએનસી બોર્ડના ભારત સરકારના પૂર્વ મેમ્બર ભરતભાઈ પટણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજની વર્તમાન પરિસ્થિતિ અને આગામી સમયમાં સામાજિક વિકાસ માટે શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા માટે શિક્ષણ સંગઠન સાથે અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનોમાંથી બહાર આવવા આહવાન કર્યું હતું. ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પાટણ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે સમાજમાં સામાજિક જાગૃતિ અને શિક્ષણ દ્વારા ઉત્થાનની દિશામાં સૌ સાથે મળીને સંગઠન અને એકતાની ભાવનાથી આગળ વધવું તે બાબતે સર્વાનુમતે નક્કી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સરકારની યોજનાઓનો લાભ લે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દક્ષિણ ભારત ઝોનના કન્વીનર દિલીપ ચૌધરી,અલખ આશ્રમ ભદ્રામલીના મેહુલનાથ મહારાજ તેમજ સમાજના વિવિધ પરગણાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    50થી વધુ કરદાતાઓએ લાભ લીધો‎:ઇ-નગર પોર્ટલ ચાલુ, રૂ.2.82 લાખનો વેરો પાલિકામાં જમા
    Next Article
    Guwahati Girl Dies In Noida Road Accident, Family Seeks Privacy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment