Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટારીયા ચોક પાસે નવરાત્રિમાં 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી રાહત:રાજકોટમાં કાલાવડ રોડ, નવા 150 ફૂટ રીંગ રોડ પર 10 મોટા અર્વાચીન રાસોત્સવ, TP રોડ ખૂલ્લો કરી ડાયવર્ઝન અપાયું

    12 hours ago

    રાજકોટમાં નવરાત્રિ પર્વ પર લોકોને કટારીયા બ્રિજ આસપાસના વિસ્તારોમાં 10 જેટલા અર્વાચીન રાસોત્સવના મોટા આયોજનો થઈ રહ્યા છે અને તેમાં ખેલૈયાઓ તેમજ વાહન ચાલકો મળી 50 હજાર લોકોની અવરજવર રહેશે ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કોંગ્રેસ દ્વારા 2 દિવસ પૂર્વે ટ્રાફિક DCP ને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ હવે મહાનગરપાલિકા તંત્રની આંખ ઊઘડી હોય તેમ રાજકોટ મનપા દ્વારા કટારીયા ચોકડી પાસે ટીપી રોડ ખૂલ્લો કરાવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા અને શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન કમિટી ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વના અનુસંધાને કટારીયા ચોક બ્રિજ આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે સીટી એન્જિનિયર કુંતેશ મહેતા તથા ટીપી વિભાગ અને ટેક્નિકલ સ્ટાફને સાથે રાખી કટારીયા ચોકડી ખાતે સ્થળ મુલાકાત કરી ટીપી રોડ ખુલ્લા કરાવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરાવવામાં આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર 11,ટીપી સ્કીમ નંબર -16 મોટામવા ફાઇનલ, કેશવમ રેસ્ટોરન્ટ લાગુ, કાલાવડ રોડ કટારીયા ચોકડીથી 150 ફૂટ સેકન્ડ રીંગ રોડ, 18 મીટર ટીપી રોડ (અંદાજિત લંબાઈ - 350 મીટર ) પરિવહન માટે ઉપયોગમાં લઇ શકાશે. નોંધનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ હાલ પ્રગતિમાં હોવાથી વાહનચાલકો માટે વિવિધ દિશામાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. બીજી તરફ આગામી નવરાત્રી દરમિયાન કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર અનેક મોટા નવરાત્રીના આયોજનો યોજાવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં આ ડાયવર્ઝન રૂટ પર વાહનોનું ભારણ ખૂબ વધી શકે છે. 10 મોટા નવરાત્રિના અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ અને વાહન ચાલકો મળી 50000 જેટલા લોકોની અવરજવર રહે છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 દિવસ પૂર્વે કોંગ્રેસના યુવા આગેવાન રોહિત રાજપૂત સહિતના દ્વારા રાજકોટ શહેર ટ્રાફિક વિભાગના DCPને રૂબરૂ મળી આગોતરા ટ્રાફિક આયોજન કરવા રજૂઆત કરી હતી. જેમાં માંગ કરવામાં આવી છે કે કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર યોજાનારા તમામ મોટા નવરાત્રીના આયોજનોની ટ્રાફિકની દૃષ્ટિએ ઓળખ કરી દરેક સ્થળનું ટ્રાફિક ઓડિટ કરવામાં આવે. ખાસ કરીને આયોજન સ્થળે કેટલા વાહનો આવી શકે, વાહનો ક્યાં પાર્ક થશે, એન્ટ્રી અને એક્ઝિટ કયા રસ્તેથી રહેશે તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાહનો કઈ દિશામાં જશે તેની આગોતરી વ્યવસ્થા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટ પર આવેલા રેસ્ટોરન્ટ, કાફે, ચાની હોટલો અને અન્ય વ્યવસાયિક સ્થળોની પણ પાર્કિંગ વ્યવસ્થા તપાસવી જરૂરી છે. રોડ પર વાહનો પાર્ક થવાથી ડાયવર્ઝન રૂટની વાહન ક્ષમતા વધુ ઘટી શકે છે. તેથી આવા વ્યવસાયિક એકમોને પણ રોડ પર પાર્કિંગ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ સાથે જ કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ, સ્પીડવેલ ચોક સહિતના ટ્રાફિક સંવેદનશીલ વિસ્તારોમાં નવરાત્રીના રાત્રિના પીક અવર્સ દરમિયાન વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તથા ટ્રાફિક બ્રિગેડિયરોની ખાસ ડ્યુટી ગોઠવવાની માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જેતપરમાં મેન્ટેનન્સ માટે 7 કલાક વીજકાપ:11 ઓક્ટોબરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી બે ફીડરમાં વીજ પુરવઠો બંધ રહેશે
    Next Article
    પતિ સગીરા પર દુષ્કર્મ આચરતો અને પત્ની વીડિયો બનાવતી:માતા-પિતા વતનમાં ગયા'ને પાડોશી દંપતીએ સગીરાને જાળમાં ફસાવી, રાજકોટમાં હચમચાવતો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment