Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સગીરા પર દુષ્કર્મ આચરતો અને પત્ની વીડિયો બનાવતી:માતા-પિતા વતનમાં ગયા'ને પાડોશી દંપતીએ સગીરાને જાળમાં ફસાવી, રાજકોટમાં હચમચાવતો બનાવ

    7 hours ago

    રાજકોટના એક વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળના પાડોશી શખ્સે 14 વર્ષની સગીરાને જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા વતનમાં ગયા હોવાનો ગેરલાભ ઉઠાવી આચરવામાં આવેલા અમાનુષી કૃત્યમાં પત્નીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોકસો, દુષ્કર્મ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી પાડોશી એન તેની પત્નીની શોધખોળ ચાલુ છે. સગીરાની બાજુમાં નેપાળી દંપતી મહેશ અને તેની પત્ની મંજુ રહે છે. એક જ સમાજના હોવાથી સગીરાના પરિવાર સાથે પરિચય થયો હતો. ગત જુલાઈ દરમિયાન સગીરાના માતા-પિતા વતનમાં નેપાળ ગયા હતા, ત્યારે સગીરાનો નાનો ભાઈ અને બહેન ઘરે ન હતા. ત્યારે મહેશની પત્ની મંજુએ સગીરાને તેના ઘરે બોલાવી હતી. આ પછી શખસે સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ પણ આચર્યું હતું અને તેની પત્ની ફોટા-વીડિયો બનાવતી હતી. આરોપી દુષ્કર્મ આચરતો અને પત્ની વીડિયો બનાવતી અશ્લીલ ફોટા વીડિયો રાખી વારંવાર ખોટી ફરિયાદમાં સગીરાના પરિવારને ફસાવી દેવાની ધમકી આપી અને સગીરાને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. પાડોશી અવારનવાર ઘરે બોલાવતી અને મહેશ તેની પત્નીની નજર સામે દુષ્કર્મ આચરતો અને ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ હદ તો ત્યારે થઇ કે આરોપી મંજુ સગીરાને કહેતી હતી કે, મારા લગ્ન પણ 14 વર્ષે થયા હતા એમાં ડરવાનું ન હોય કશું ન થાય. કાર ચલાવતી વખતે આરોપીએ સગીરા સાથે અડપલાં કર્યા ​દંપતીની નરાધમતા આટલેથી જ ન અટકતા તેઓએ સગીરાનું કારમાં અપહરણ પણ કર્યું હતું. કાર ચલાવતી વખતે આરોપી મહેશે સગીરા સાથે અડપલાં કર્યા હતા. આ નિર્લજ્જ કૃત્ય સમયે પત્ની મંજુ કારની પાછળની સીટમાં બેસીને પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતી. પોતાના જ વતનના પાડોશી પર વિશ્વાસ મૂકનાર પરિવારની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી દંપતીએ નરાધમતાની તમામ સરહદો વટાવી દીધી હતી. બંને વચ્ચે ઝઘડો, પત્નીએ સગીરાના ભાઈને વીડિયો મોકલ્યો ​આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપી મહેશ અને તેની પત્ની મંજુ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મંજુ રિસાઈને મધ્યપ્રદેશ સ્થિત માવતરે જતી રહી હતી અને પતિથી બદલો લેવાના ઈરાદાથી તેણે સગીરાના ભાઈને ફોન કર્યો અને જાતીય સતામણીનો વીડિયો મોકલી આપતા સમગ્ર કારનામો સામે આવ્યો હતો. મોબાઈલમાં વીડિયો જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી તમામ આપવીતી રડી રડીને વર્ણવી હતી. બનાવ અંગે પરિવારે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દંપતી સામે ગુનો નોંધી આરોપી મહેશની ધરપકડ કરી મંજુની શોધખોળ શરૂ કરી છે. ​સગીરાની પરિણિત બહેનને પણ નેપાળી શખ્સ ભગાડી ગયો હતો સગીરાની મોટી બહેન પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા ત્રણ માસથી માવતરે રિસામણે આવીને રહેતી હતી. નરાધમ મહેશ આ મોટી બહેનને પણ પોતાની જાળમાં ફસાવી ગત 1 ઓક્ટોબર, 2026ના રોજ તેને ભગાડીને નાસી છૂટ્યો હતો. જે અંગે પરિવારે ગુમસુદાની નોંધ પણ કરાવી હતી. પતિ પોતાની જ પાડોશી પરિણિતાને ભગાડી ગયો હોવાની જાણ થતાં જ પત્ની મંજુએ બદલો લેવા સમગ્ર દૂષ્કર્મ અને વીડિયોનો ભાંડો ફોડી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કટારીયા ચોક પાસે નવરાત્રિમાં 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી રાહત:રાજકોટમાં કાલાવડ રોડ, નવા 150 ફૂટ રીંગ રોડ પર 10 મોટા અર્વાચીન રાસોત્સવ, TP રોડ ખૂલ્લો કરી ડાયવર્ઝન અપાયું
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | Gujarati News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment