Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો:​આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ લવકુશ ઉર્ફે કલ્લુને SOGએ દબોચી લીધો

    1 week ago

    જૂનાગઢ SOGએ એક મોટી સફળતા હાંસલ કરી છે. જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હથિયાર ધારાના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 વર્ષથી ફરાર રીઢા ગુનેગારને દબોચ્યો જૂનાગઢ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચના અન્વયે SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોન્ટેડ ગુનેગારોના લોકેશન ટ્રેસ કરી રહી હતી. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી લવકુશ ઉર્ફે કલ્લુ હરપાલસિંહ રાજાવત પોલીસની પકડથી દૂર હતો. ​આરોપી લવકુશ ઉર્ફે કલ્લુ રાજસ્થાનના રેવદર વિસ્તારમાં છુપાયેલો હતો તપાસ દરમિયાન SOGના એ.એસ.આઈ. રમેશભાઇ માલમ અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ વાવેચાને પાકી હકીકત મળી હતી કે, મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ઇસુરી ગામનો વતની અને હાલ મજૂરી કામ કરતો આરોપી લવકુશ ઉર્ફે કલ્લુ રાજસ્થાનના રેવદર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમી મળતા જ પી.આઈ. આર.કે. પરમારની ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. પોલીસે રેવદર ખાતે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને આરોપીને હસ્તગત કર્યો હતો અને તેને જૂનાગઢ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હથિયારોની હેરાફેરી કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સંડોવણી છે કે કેમ ​પકડાયેલ આરોપી લવકુશ (ઉંમર વર્ષ 30) મૂળ મધ્યપ્રદેશનો છે અને તે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં આશરો લઈ રહ્યો હતો. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયેલા આ આરોપીની હવે વધુ પૂછપરછ કરવામાં આવશે, જેમાં હથિયારોની હેરાફેરી કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે. ​આ સફળ ઓપરેશનમાં SOGના પીઆઈ ,આર.કે. પરમાર, પીએસઆઇ ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડીયા, રમેશભાઇ માલમ, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ વાવેચા અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ બકોત્રા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન, ખેતીવાડી વિભાગની તૈયારી
    Next Article
    તાપી LCB એ વોન્ટેડ આરોપીને પકડ્યો:છેતરપિંડી કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી વાપીથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment