Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન, ખેતીવાડી વિભાગની તૈયારી

    1 week ago

    પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આગામી 21અને 22 માર્ચ, 2026 દરમિયાન ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા શહેરીજનો અને ખેડૂતોમાં મિલેટ્સ (જાડા ધાન) પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન 21 માર્ચના રોજ સવારે 10:00 કલાકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને થશે. આ પ્રસંગે મિલેટ્સના મહત્વ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે ભાર મૂકવામાં આવશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં ‘રેડી ટુ લાઈવ’ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પકવવામાં આવેલા શુદ્ધ પાકોનું સીધું વેચાણ સામેલ છે. આ ઉપરાંત, બાજરી, જુવાર અને રાગી જેવા જાડા ધાનમાંથી બનેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓના વિવિધ સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવશે. બંને દિવસ સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મનોરંજનનું કેન્દ્ર બનશે. આ મહોત્સવ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે એક સીધું બજાર અને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે. જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ પોરબંદરના લોકો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની એક સુવર્ણ તક છે. તેમણે પોરબંદરના તમામ શહેરીજનો, ખેડૂત મિત્રો અને નાગરિકોને આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને સફળ બનાવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારી BJPનો પ્રચાર કરતા હોવાનો આરોપ:રાજકોટ કામદાર યુનિયન દ્વારા નિયમોનો ભંગ કરાતો હોવાના ફોટાઓ સાથે મ્યુ. કમિશ્નરને લેખિત રજૂઆત કરાઈ, સસ્પેન્ડ કરવાની કરી માંગ
    Next Article
    5 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો:​આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ લવકુશ ઉર્ફે કલ્લુને SOGએ દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment