Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં યુવાને 5 લાખ સામે ₹7.90 લાખ ચૂકવ્યા:છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી

    12 hours ago

    મોરબીમાં એક યુવાને વેપાર માટે વ્યાજે લીધેલા પાંચ લાખ રૂપિયા સામે 7.90 લાખ ચૂકવી દીધા હોવા છતાં, બે વ્યાજખોરો દ્વારા તેની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ભોગ બનેલા યુવાનની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના મોરબીની ઉમા ટાઉનશીપમાં બની છે. ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સ 1 ખાતે રહેતા અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (ઉંમર 35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ચિરાગભાઈ સંઘાણી (રહે. ગોલ્ડન માર્કેટ પાસે, રવાપર) અને સુરેશભાઈ કાથાલાલ રાયકા (રહે. મોરબી) સામે આક્ષેપો કર્યા છે. અનિલભાઈએ જણાવ્યું કે તેમને વેપાર માટે પૈસાની જરૂર હતી. તેમણે ચિરાગ સંઘાણી પાસેથી 10 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા, જેની સામે તેમણે 2.50 લાખ રૂપિયા (મૂડી અને વ્યાજ સહિત) ચૂકવી દીધા છે. તેવી જ રીતે, સુરેશભાઈ રાયકા પાસેથી 10 ટકાના વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા, જેની સામે તેમણે 5.40 લાખ રૂપિયા (વ્યાજ અને મૂડી સહિત) ચૂકવી આપ્યા છે. કુલ પાંચ લાખ રૂપિયાના બદલે 7.90 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, સુરેશભાઈ રાયકા દ્વારા બંને આરોપીઓના પૈસાની ઉઘરાણી કરીને અનિલભાઈને ગાળો આપવામાં આવે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેટ દ્વારકાના હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી કાર્યક્રમોની રૂપરેખા જાહેર:1 અને 2 એપ્રિલે વિજયમંત્ર અખંડ રામધૂન, પ્રાગટ્ય અને ધ્વજારોહણ થશે
    Next Article
    ભાલકા-ભાલપરામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો સર્વ રોગ કેમ્પ:નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment