Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાલકા-ભાલપરામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો સર્વ રોગ કેમ્પ:નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનું વિતરણ

    14 hours ago

    સોમનાથ મતવિસ્તારમાં આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સ્તરે પહોંચાડવાના હેતુસર ધારાસભ્ય વિમલ ચુડાસમા ની આગેવાની હેઠળ ભાલકા-ભાલપરા વિસ્તારમાં એક વિશાળ સર્વ રોગ નિદાન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્યલાભ મેળવ્યો હતો. આ વિસ્તારમાં આશરે 13 હજારથી વધુ વસ્તી વસે છે, જેમાં મોટાભાગે શ્રમિક વર્ગના લોકોનો સમાવેશ થાય છે. તેમના રોજિંદા કામકાજને ધ્યાનમાં રાખીને કેમ્પનો સમય સાંજે 5થી 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સારવાર મેળવી શકે. આ વિચારસરણીને કારણે કેમ્પમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજના સમયમાં આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે સામાન્ય નાગરિક માટે ગુણવત્તાસભર સારવાર મેળવવી મુશ્કેલ બની રહી છે. આ પરિસ્થિતિમાં મફત નિદાન, લેબ ટેસ્ટ અને દવાઓ સાથેનો આ કેમ્પ લોકો માટે આશીર્વાદ સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળે તે માટે તેમના કાર્યાલય ખાતે જનસુવિધા કેન્દ્ર પણ કાર્યરત છે. કેમ્પની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં કેન્સર, હાડકાં, સ્ત્રીરોગ, બાળરોગ, ન્યુરોલોજી સહિત વિવિધ ક્ષેત્રોના અનુભવી નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી. દર્દીઓને સ્થળ પર જ જરૂરી લેબોરેટરી તપાસ તેમજ દવાઓ આપવામાં આવતા કેમ્પ પ્રત્યે લોકોમાં ખાસ વિશ્વાસ અને સંતોષ જોવા મળ્યો હતો. કેમ્પમાં વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક ખોરાબા, તાલુકા પ્રમુખ હિરેન બમરોટિયા, મહિલા મોરચાના સંગીતાબેન ચાંડપા સહિત સમગ્ર કોંગ્રેસની ટીમના હોદેદારો અને કાર્યકરો દ્વારા કેમ્પમાં આવનાર દર્દીઓને ને કોઈ અગવડતા ન પડે તે માટે સતત ખડેપગે રહી સેવા આપી હતી. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનસુખ ગોહેલ,જ્યકર ચોટાઈ સહિત કોંગ્રેસના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાના નાગરીકોના આરોગ્ય માટે કરવામાં આવેલ સેવાયજ્ઞની સરાહના કરી હતી. આ પ્રકારના આરોગ્યલક્ષી કેમ્પો માત્ર સારવાર પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે. “સેવા પરમો ધર્મ”ના સિદ્ધાંતને સાકાર કરતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં પણ આવા સેવાયજ્ઞો વધુ પ્રમાણમાં યોજાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. આ કેમ્પમાં ડો. મુહમ્મદ ઓવૈસ જે. (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. કૃષ્ણાઉન્ની નાયર (ઓન્કો સર્જન), ડો. રવી ઝાલા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. અનુરાગ અજુડીયા (ઓર્થોપેડિક), ડો. હિતેષ જીમૂલીયા (હોમિયોપેથી), ડો. દિલીપ ચોચા (બાળરોગ નિષ્ણાત), ડો. સારંગ વાઘમારે (હિમેટોલોજિસ્ટ), ડો. એચ.એમ. પંપાણીયા (દંતચિકિત્સક), ડો. હાર્દીક મહેતા (ફિઝિશિયન), ડો. નકુલ પંપાણીયા (ન્યુરોફિઝિશિયન), ડો. સચિન સચદેવ (મેડિસિન નિષ્ણાત) તથા પ્રગતી લેબોરેટરીના હર્ષ એમ. પટેલીયા સહિતની ટીમ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં યુવાને 5 લાખ સામે ₹7.90 લાખ ચૂકવ્યા:છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    LIVE | 1-1 લાખમાં ટિકિટ વેચવાનો ઈસુદાને આદેશ આપ્યો? | Gujarat AAP | Isudan Gadhvi | Kejriwal | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment