Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ખાણખનીજ વિભાગની ગેરકાયદેસર ખનીજ વહન સામે કાર્યવાહી:ખાણ-ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા, ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ

    11 hours ago

    બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન, વહન અને સંગ્રહ સામે ખાણ અને ખનીજ વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પાંચ ડમ્પર જપ્ત કરીને અંદાજિત ₹૨ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી બોટાદ કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોંધરાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. વિભાગને મળેલી ફરિયાદના આધારે બરવાળા તાલુકાના ચોકડી ગામ નજીક બરવાળા–ચોકડી રોડ પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્રણ ડમ્પરમાં માટી ખનીજનું ગેરરીતિપૂર્વક વહન થતું હોવાનું સામે આવ્યું. વાહનચાલકો રોયલ્ટી પાસ કે અન્ય આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા ત્રણેય ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજિત ₹1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને વાહનોને બરવાળા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાણપુર તાલુકાના રાણપુર–ધંધુકા રોડ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં બે ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનીજનું વહન થતું જણાયું હતું. રજૂ કરાયેલા રોયલ્ટી પાસની ચકાસણી કરતાં મંજૂર ક્ષમતા કરતાં વધુ ખનીજનું વહન (ઓવરલોડ) થતું હોવાનું બહાર આવ્યું. આથી બંને ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજિત ₹80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. બંને કાર્યવાહી મળીને કુલ પાંચ ડમ્પરો જપ્ત કરીને અંદાજિત ₹2 કરોડના મુદ્દામાલનો કબજો લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ નિવારણ) નિયમો હેઠળ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બોટાદ ખાણ અને ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરાએ જણાવ્યું કે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન, વહન અને સંગ્રહ સામે આગામી સમયમાં પણ આવી સઘન તપાસ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ:ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ મોકલાતા હતા નાણાં, 21 કરોડનું મની લોન્ડરિંગ, 134 'મ્યુલ એકાઉન્ટ' નું પોલીસે મોડ્યુલ તોડ્યું
    Next Article
    મોરબીમાં નાફેડના મગફળી ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, મેજર કોલ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment