Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નાફેડના મગફળી ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, મેજર કોલ જાહેર

    12 hours ago

    મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના જથ્થાને રાખવા માટેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં અંદાજે 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો સળગી ઉઠ્યો હતો. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી આ અંગે મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સીરામીક કારખાનાની અંદર નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવા માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આ ગોડાઉનની અંદર 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં બપોરના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં સાત ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે. જેમાં મોરબીના ચાર, રાજકોટના બે અને વાંકાનેરની એક આમ કુલ સાત ફાયરની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 10 દિવસથી ગોડાઉન બંધ છતાં આગ કઈ રીતે લાગી? ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ.જી. રાઠોડ પાસેથી મળતી માહિતી મુજબ જે ગોડાઉનની અંદર હાલમાં આગ લાગી છે ત્યાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીની ગુણી રાખવામાં આવી છે. છેલ્લા 8થી 10 દિવસથી ગોડાઉન ખોલવામાં આવ્યુ નથી. જોકે, ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીના જથ્થામાં કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. વધુમાં ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉન સંપૂર્ણ સીલ હતું અને લોકોની અવરજવર પણ ત્યાં ન હતી તો આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હાલમાં કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નાફેડ દ્વારા મગફળીના જથ્થાની ખરીદી કરવામાં આવતી હોય છે અને તેને ગોડાઉનમાં રાખવામાં આવે છે. જેમાં આગ લાગે, મગફળીની ચોરી થાય કે પછી મગફળીના જથ્થામાંથી માટી ભરેલા કોથળા નીકળે આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ખાણખનીજ વિભાગની ગેરકાયદેસર ખનીજ વહન સામે કાર્યવાહી:ખાણ-ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા, ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ
    Next Article
    ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઈંચ:ઉના, અમરેલી-રાજુલામાં મેઘરાજાની તોફાની બેટિંગ, દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment