Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઈંચ:ઉના, અમરેલી-રાજુલામાં મેઘરાજાની તોફાની બેટિંગ, દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    1 day ago

    હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે રાજ્યમાં હાલ શિયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક્ડ લો પ્રેશર અને સીઝનલ ટ્રફ જેવી 5 શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આ સિસ્ટમોના પ્રભાવથી આજે (4 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ અને છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના મહુવામાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. અને ઉના, અમરેલી-રાજુલામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ઠેરઠેર પાણી ભરાયા છે. 7 જુલાઈ સુધી ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની પણ આગાહી છે. ભારે પવનથી દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે. ગુજરાતમાં ચાલુ સિઝનનો સરેરાશ 13.27% વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે. આ પણ વાંચો… માંગરોળ-કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકાર, ડ્રોન વીડિયો બે ડેમ હાઈ એલર્ટ અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11 ટકા જેટલો ભરાયો છે. જ્યારે, અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70થી 100 ટકા, 20 ડેમ 50થી 70 ટકા, 58 ડેમ 25થી 50 ટકા, 118 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં 2 ડેમ હાઇ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 NDRFની ટીમ અને 25 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. સોમનાથથી દ્વારકા જતો હાઇ-વે ધોવાયો, વાહન-વ્યવહાર ઠપ્પ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. બીલીમોરા-અમલસાડ અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી અંબિકા નદીના પુલ ઉપર અમલસાડ તરફ અચાનક મોટું ગાબડું અને તિરાડો દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પુલ પરનો રોડ તોડીને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નાફેડના મગફળી ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, મેજર કોલ જાહેર
    Next Article
    શંભુભાઈ મિસ્ત્રીએ 51,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું:મુખ્યમંત્રીએ સેવાકાર્યની નોંધ લઈ પ્રશંસા પત્ર પાઠવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment