Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ:ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ મોકલાતા હતા નાણાં, 21 કરોડનું મની લોન્ડરિંગ, 134 'મ્યુલ એકાઉન્ટ' નું પોલીસે મોડ્યુલ તોડ્યું

    9 hours ago

    દિનપ્રતિદિન દેશભરમાં સાયબર ફ્રોડના વધી રહેલા કેસો વચ્ચે ભાવનગર પોલીસે એક મોટી સફળતા મળી છે, ASP ઘનશ્યામ ગૌતમ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન મ્યુલ હંટ'માં 272 ફરિયાદો સાથે જોડાયેલી એક આંતરરાજ્ય ગેંગની કમર તોડી નાખવામાં આવી છે 8 કરોડથી વધુની છેતરપિંડી અને ક્રિપ્ટો કરન્સી કનેક્શન ધરાવતી આ ગેંગ હવે 'ગુજસીટોક'ના કાયદા હેઠળ કાયદાકીય કરવામાં આવી છે, આ અંગે ભાવનગર ગ્રામ્ય મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આરોપી દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ-અલગ સંગઠિત ગેંગ બનાવી હતી. આ ગેંગ સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડેથી અથવા કમિશનના લાલચ આપી મેળવતી હતી, ​આ ગેંગે 134 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને રૂ.21.37 કરોડથી વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. NCRP પોર્ટલ પર નોંધાયેલી 272 ફરિયાદોના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ગેંગે રૂ.8.11 કરોડથી વધુની રકમ લોકો સાથે સાયબર ફ્રોડ કરી બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી, જે બાદમાં ચેક અને ATM દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. ​પોલીસે ગેંગના કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમને 18 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે, પોલીસે સાયબર ફ્રોડના 9.38 લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા છે, ગુનામાં વપરાયેલી 22 પાસબુક, 22 ચેકબુક, 37 ATM કાર્ડ અને 12 મોબાઈલ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે,​ 25 થી વધુ CCTV ફૂટેજ FSL ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે, 134 પૈકી 50 થી વધુ બેંક ખાતાઓનું ઊંડાણપૂર્વક ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે, 91 બેંક એકાઉન્ટના IP લોગ મેળવીને ટ્રાન્ઝેક્શનમાં વપરાયેલ ડિવાઈસ અને મોબાઈલ નંબરનું મેપિંગ કરવામાં આવ્યું છે, આરોપીઓએ છેતરપિંડીના નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવ્યા હોવાનું જણાયું છે, જે માટેના 5 સેન્ટ્રલાઈઝ ક્રિપ્ટો વોલેટ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, ​બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ASP ઘનશ્યામ ગૌતમના નેતૃત્વમાં ચાલી રહેલી આ તપાસમાં 100 થી વધુ સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે....
    Click here to Read More
    Previous Article
    સતત બીજા દિવસે રાજ્યમાં મેઘ મહેર:જો કે અમદાવાદમાં 40 ટકા વરસાદની ઘટ, દર્દીને દારુડિયો સમજી રસ્તા પર ફેંકી આવ્યો સિવિલનો સ્ટાફ, પથ્થરના ઘા મારી પત્નીની હત્યા
    Next Article
    બોટાદ ખાણખનીજ વિભાગની ગેરકાયદેસર ખનીજ વહન સામે કાર્યવાહી:ખાણ-ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા, ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment