Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 કરોડના રોકાણના બહાને કરાયેલા કૌભાંડમાં પૂર્વ ડિરેક્ટરની ધરપકડ:CID ક્રાઇમ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી વિશાલ ચૌધરીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

    6 hours ago

    લોભામણી રોકાણ યોજનાઓમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયા એકત્ર કર્યા બાદ રોકાણકારોના નાણાં પરત નહીં કરવાના વર્ષ 2017ના કેસમાં CID ક્રાઇમની તપાસ તેજ બની છે. ‘સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ’ના પૂર્વ ડિરેક્ટર વિશાલ કાશીનાથ ચૌધરીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાયા બાદ CID ક્રાઇમે આરોપીના રિમાન્ડની માગણી કરી હતી. આ અંગે DGP અનિલ દેસાઈએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીના 11 સપ્ટેમ્બર 2026ના સવારે 11 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં ફરિયાદી સહિતના રોકાણકારો પાસેથી સોસાયટી દ્વારા રૂ.1.66 કરોડ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન અન્ય ભોગ બનનાર સાક્ષીઓના નાણાં પણ પરત ન કરાયા હોવાનું સામે આવતા કુલ રકમ રૂ.5.03 કરોડ સુધી પહોંચી હોવાનું રિમાન્ડ રિપોર્ટમાં જણાવાયું છે.ગુજરાતમાં આશરે 40 બ્રાંચ હતી, જેમાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પણ બ્રાંચ કાર્યરત હતી. ગુજરાતમાં 50 હજારથી વધુ અને સમગ્ર ભારતમાં 4 લાખથી વધુ રોકાણકારો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CIDના જણાવ્યા મુજબ વિશાલ ચૌધરી વર્ષ 2012થી 2019 સુધી સોસાયટી તથા સંકળાયેલી સંસ્થાઓમાં ડિરેક્ટર તરીકે રહ્યા હતા. સમૃદ્ધ જીવન ગ્રુપ સાથે જોડાયેલી 25થી વધુ કંપનીઓ, બેંક ટ્રાન્ઝેક્શન, મિલકતોની ખરીદી અને રોકાણકારોના નાણાં ક્યાં વપરાયા તે અંગે તપાસ કરવાની બાકી છે. આરોપી પાસેથી રોકાણકારોના નાણાં ક્યાં સગેવગે થયા, તેની મિલકતો તથા બેંક વ્યવહારો અને અન્ય કંપનીઓમાં થયેલા નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવશે. હવે કોર્ટ દ્વારા 11 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થતાં CID ક્રાઇમને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો સમય મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડા નર્મદા કેનાલમાં યુવક-યુવતી ડૂબ્યાની આશંકા:કિનારે બ્લેક કાર અને ચંપલ મળતા શોધખોળ ચાલુ; બાલાસિનોરના હોવાનું સામે આવ્યું
    Next Article
    રાજકોટના વેપારી સાથે 1.44 અબજની છેતરપિંડી ફરિયાદ દાખલ:અમદાવાદના CA દ્વારા તેના 2 મિત્રો સાથે મળી ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો ઇમ્પોર્ટ કરી ભારતમાં વેચાણ કરતા હોવાનું જણાવી કરાવ્યું હતું રોકાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment