Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડા નર્મદા કેનાલમાં યુવક-યુવતી ડૂબ્યાની આશંકા:કિનારે બ્લેક કાર અને ચંપલ મળતા શોધખોળ ચાલુ; બાલાસિનોરના હોવાનું સામે આવ્યું

    15 hours ago

    ખેડા જિલ્લાના થર્મલ-સાગોલ રોડ પર આવેલી નર્મદા કેનાલ પર ગત રાત્રે એક બિનવારસી કાર મળી હતી. સ્થળ પરથી મળી આવેલા પુરાવાઓ પરથી એક યુવાન અને યુવતી કેનાલમાં પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી છે. કેનાલની બાજુ પરથી બ્લેક કલરની મારુતિ સુઝુકી સિયાઝ કાર મળી મળતી માહિતી મુજબ કેનાલની બાજુમાંથી એક બ્લેક કલરની મારુતિ સુઝુકી સિયાઝ કાર મળી આવી હતી. કાર અને અન્ય સામગ્રી અંગે તપાસ કરતા આ બંને વ્યક્તિ મહિસાગરના બાલાસિનોરના હોવાનું સામે આવ્યું છે. કેનાલમાં ખાબકેલા વ્યક્તિઓની ઓળખ ગૌતમ રાકેશભાઈ મહેરા અને નિરાલી અજયભાઇ બ્રહ્મભટ્ટ તરીકે થઈ છે. જોકે, બનાવને 20 કલાકથી વધુ સમય વિતી ગયો હોવા છતાં સાથે ગાયબ થયેલી યુવતીનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા નહેરમાં યુવતીની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઘટના પહેલાં બંને કેનાલની પાળ પર બેઠેલા જોવા મળ્યા સ્થાનિકો પાસેથી મળતી વિગતો અનુસાર ઘટના પહેલાં બંને વ્યક્તિ કેનાલની પાળ પર બેઠેલા જોવા મળ્યા હતા. દરમિયાન કારચાલક ગૌતમ ગાડીમાં પગ મૂકવાનું રબર પેડલ ધોવા માટે કેનાલમાં નીચે ઉતર્યો હોવાની પ્રાથમિક આશંકા સેવવામાં આવી રહી છે. પગથિયાં પર લીલ જામી હોવાથી પગ લપસ્યો કેનાલની પાળ અને પગથિયાં પર લીલ જામી ગઈ હોવાના કારણે ગૌતમનો પગ અચાનક લપસી ગયો હતો અને તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને બચાવવા માટે સાથે રહેલી નિરાલીએ પ્રયાસ કર્યો, પરંતુ તે પણ લીલના કારણે લપસી જતાં કેનાલમાં પડી ગઈ હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. પાળ પરથી યુવતીના ચપ્પલ-ગાડીનું રબર પેડલ મળ્યું ઘટનાસ્થળે તપાસ કરતા કેનાલની પાળ પરથી યુવતીના ચપ્પલ તેમજ ગાડીનું રબર પેડલ મળી આવ્યું હતું. આ વસ્તુઓ કેનાલ કિનારેથી મળી આવતા બંને વ્યક્તિ કેનાલના પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વધુ મજબૂત બની છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક તંત્ર ગોતાખોરોની મદદથી બંનેની ભાળ મેળવવાનો પ્રયાસો કરી રહી છે. સમગ્ર બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સતીશ કંબાળએ જણાવ્યું હતું કે, હાલ બાલાસિનોરમાં ગુમ થયાની જાણવા જોગ નોંધવામાં આવી છે, તરવૈયાઓ દ્વારા લાશની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે, છતાં તંત્ર દ્વારા યુવક-યુવતીને શોધવા માટે વ્યાપક પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi-Putin Meeting से पहले ही US पर बरसा Russia? India के साथ होगी कौन सी डील? BRICS Summit 2026
    Next Article
    5 કરોડના રોકાણના બહાને કરાયેલા કૌભાંડમાં પૂર્વ ડિરેક્ટરની ધરપકડ:CID ક્રાઇમ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી વિશાલ ચૌધરીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment