Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના વેપારી સાથે 1.44 અબજની છેતરપિંડી ફરિયાદ દાખલ:અમદાવાદના CA દ્વારા તેના 2 મિત્રો સાથે મળી ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો ઇમ્પોર્ટ કરી ભારતમાં વેચાણ કરતા હોવાનું જણાવી કરાવ્યું હતું રોકાણ

    6 hours ago

    રાજકોટના વેપારી સાથે અમદાવાદના સીએ અને તેના અન્ય બે મિત્રોએ સાથે મળી કુલ રૂ.1.44 અબજની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. આરોપીઓ દ્વારા ફરિયાદી તથા અન્ય તેમના પરિચિતો સાથે પોતે ટર્નરેસ્ટ રીસોસીર્સ પ્રા.લી. કંપનીમાં મોટા પ્રમાણમાં ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો ઇમ્પોર્ટ કરી ભારતમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું જણાવી ફરિયાદીની મિલ્કત મોર્ગેજ પર મૂકી લોન મેળવી તમામ રકમનું 5 વર્ષ પછી મોટું વળતર અને નફો મળશે કહી છેતરપિંડી આચરી હતી. હાલ પોલીસે અમદાવાદના સીએ જય ચોટલીયા, મનીષ ડાંગી અને રાજકોટના મિતેષ સંઘવી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી જયેન્દ્રભાઇ મુળજીભાઈ અકબરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મીત્ર અરવિંદભાઇ જસમતભાઇ રામાણી અવધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામે પેઢી ધરાવે છે અને તેના CA તરીકે જય હર્ષદકુમાર ચોટલીયા કામ કરે છે જેઓ તેમના આર્થિક સલાહકાર પણ હતા. વર્ષ 2021માં અરવિંદભાઇએ મને જણાવ્યું કે જય ચોટલીયા અને તેના મીત્ર મિતેષ સંઘવી તથા મનીષ ડાંગી ભેગા મળી ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. નામે એક કંપની ચલાવે છે અને આ ત્રણેય લોકો તે કંપનીમાં ડિરેક્ટર છે. જય તથા તેના મીત્રો ટર્નરેસ્ટ રીસોસીર્સ પ્રા.લી. કંપનીમાં મોટા પ્રમાણમાં ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો ઇમ્પોર્ટ કરે છે અને ભારતમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. અરવિંદભાઇએ જણાવ્યું હતું કે પોતે તથા પોતાના પરીવારના સભ્યોના નામે ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીમાં રોકાણ કર્યું છે જે કંપની દ્વારા 5 વર્ષ બાદ ઉંચુ વળતર આપવામાં આવશે. ફરિયાદીને પણ રોકાણ કરવાનુ હોવાથી મીત્ર અરવિંદભાઇ રામાણીને વાત કરતા બન્ને મિત્રો સનસાઇન આર્કેડ ખાતે જય ચોટલીયાની ઓફીસ મળવા ગયા હતા જ્યાં જય ચોટલીયાએ પોતે પોતાના મીત્રો મિતેષ સંઘવી અને મનીષ ડાંગી ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. નામે કંપની ચલાવતા હોવાનું જણાવ્યું હતું જેમાં પોતે મોટા પ્રમાણમાં ઇન્ડોનેશીયન કોલસો ઇમ્પોર્ટ કરી સમગ્ર ભારત દેશમાં વેપાર કરે છે જેમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું. કંપનીમાં રોકાણ કરવા ડીપોઝીટ સ્વરૂપે કંપમીમા નાણા બેંક મારફતે રોકાણ કરીને, કંપનીના શેર ખરીદી કરીને, અને બેંકની સી.સી./લોનમાં મિલ્કત જામીનગીરી તરીકે મોર્ગેજ કરીને રોકાણ કરી શકો છો તેમ કહ્યું હતું. જેમાં તે લોનથી મળેલ રકમ 5 વર્ષ સુધી કોલસાના વેપાર ધંધામાં ઉપયોગમાં લેશે અને તે રોકાણ કરેલ રકમથી કંપનીનુ ટર્નઓવર આવનાર પાંચ વર્ષમા આશરે 1500થી 2000 કરોડનુ થશે તેનાથી જે નફો થાય તેમાંથી રોકાણકારોને 5 વર્ષ બાદ ઉંચુ વળતર તેમજ ડીપોઝીટ તરીકે રાખેલ રકમ પરત ચુકવવામાં આવશે તેવી લાલચ આપી હતી. આ પછી જય ચોટલીયાએ વધુમાં જણાવ્યું કે ડીપોઝીટરોએ પાંચ વર્ષ સુધી પોતાનો નફો કે ડીપોઝીટ તરીકે રાખેલ રકમ ઉપાડી શકાશે નહિ, તથા બેંકમાં મોર્ગેજ કરેલ મિલ્કત છોડાવી શકાશે નહી જેને કંપનીમાં જમા રાખવાની રહેશે. જય ચોટલીયાએ કોલસાના વેપાર માટે રોકાણકારો શોધવાની તેમજ કંપનીના કામકાજ તેમજ કંપનીના વીઝનની રોકાણકારોને માહીતી આપી અને રોકાણ મેળવવાની કામગીરી પોતે કરતા હોવાનુ જણાવ્યું હતુ. જય ચોટલીયા મારા મીત્ર અરવિંદભાઇ રામાણીના જુના પરીચયમાં હતા અને તેમના સી.એ. પણ હતા અને અરવિંદભાઇ રામાણીએ પણ તેના તથા તેના પરીવારના સભ્યો અને તેમની અવધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. કંપનીની મિલ્કતો પણ ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીમાં 2018માં કંપનીના શેર ખરીદી કરીને, ડીપોઝીટ સ્વરૂપે બેંક મારફતે નાણા આપી તથા મિલ્કતો જામીનગીરી તરીકે મોર્ગેજમા મુકીને કંપનીને બેંક પાસેથી લોન/ સી.સી. સ્વરૂપે નાણા અપાવી રોકાણ કર્યું હતું. જય હર્ષદકુમાર ચોટલીયાએ અમને પણ પોતાની ટર્નરેસ્ટ રીસોર્સી સ પ્રા.લી. કંપનીમા રોકાણ કરવા અંગેની ઉપરોકત સ્કીમો મુજબ રોકાણ કરવાનુ કહ્યું હતું જેથી કંપનીમાં રોકાણ કરવાનુ નક્કી કરી ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપની માટે ધ કો. ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. માંથી મારી રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના વડ વાજડી ગામ ખાતે આવેલ બીનખેતી જમીન મિલ્કત મોર્ગેજ કરીને તથા અન્ય રોકાણકારોની મીલ્કત પણ જામીનગીરીમા આપી કંપની દ્વારા કુલ રૂ.20 કરોડની લોન/સી.સી. 2021મા મેળવી હતી. ફરિયાદીના નામે આવેલ મિલ્કત 2021માં તથા અન્ય રોકાણકાર કેશુભાઇ બોદરના નામે આવેલ મિલ્કત 2023માં જામીનગીરીમાં આપી જય ચોટલીયાના જણાવ્યા મુજબ ધી કો. ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. મોર્ગેજ (જામીન તરીકે) રાખી અને બેંક દ્વારા આપવામાં આવેલ ધીરાણને જય ચોટલીયા તથા મીતેષ સંધવી અને મનીષ ડાંગીની ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. નામની ભાગીદારી કંપનીમાં ડીપોઝીટ તરીકે આપ્યા હતા અને ટર્નરેસ્ટ રીસોર્સી સ પ્રા.લી. કંપનીને કુલ રૂ.1.40 અબજની લોન/સી.સી. આપવામાં આવી હતી. જેમાં 29.10.2021ના રોજ રજુ કરેલ અને ત્યાં ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. ની મંજૂર કરવામાં આવેલ સી.સી.(કેશ ક્રેડી ટ)ના ડોકયુમેન્ટોમાં બેંકના અધિકારીની રૂબરૂમાં સહી કરી હતી. ફરિયાદી ઉપરાંત કેશુભાઈ હરિભાઈ બોદર, ખોડાભાઈ મોહનભાઈ બોઘરા, રસિકભાઈ બોદર અને ભાનુબેન બોદર મળી અલગ અલગ ત્રણ સ્કીમમાં કુલ 1.44 અબજનું રોકાણ કર્યું હતું. જય ચોટલીયા દ્વારા સમયાંતરે ઇ-મેલ દ્વારા કંપનીના ખરીદ વેચાણ તથા કંપનીના નફા અંગેની વિગતો મોકલવામાં આવતી હતી અને કંપનીના વર્ષ વાઇઝના ઓડીટ રીપોર્ટ મોકલતા હતા જેમાં અમે કરેલ રોકાણથી દર વર્ષે કંપની દ્વારા કરવામાં આવતા ખરીદ વેચાણ અને નફા અંગેની વિગતવારની માહિતી આપવામાં આવતી હતી અને તે માહિતી અરવિંદભાઇ રામાણી દ્વારા અમને આપવામાં આવતી હતી. ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.ના ડિરેક્ટર જય હર્ષદકુમાર ચોટલીયા અમદાવાદ ખાતે, મિતેષ કિરીટકુમાર સંઘવી રાજકોટ ખાતે અને મનીષ ગોવિંદભાઈ ડાંગી અમદાવાદ ખાતે રહે છે જેઓએ ગુનાહીત કાવતરૂ રચી 2021માં કોલસાના ધંધામાં ડીપોઝીટ તરીકે રોકાણ કરો તો સારૂ વળતર તથા ઉંચો નફો મળશે તેવી લાલચ આપી તેઓની કંપની વતી બેંકમાં મારી મિલ્કત તથા સાહેદોની મિલ્કત જામીનમાં મુકાવેલ અને બેંક દ્વારા જે સી.સી. મંજૂર કરવામાં આવી તે તમામ રૂપીયા પોતાની કંપનીમાં સી.સી./લોન તરીકે ડીપોઝીટ તરીકે મેળવી કુલ રૂ.1,44,19,26,000ની રકમનુ રોકાણ કરેલ અને તેમની સામે આજદીન સુધી અમને તથા અન્ય સાહેદોને કોઇ વળતર કે ડીપોઝીટ સ્વરૂપે રોકેલ મુડી પરત ન ચુકવી અમારી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી હતી. એટલું જ નહિ બેંક સી.સી./લોનની રીન્યુઅલ વખતે કોઇ ડોક્યુમેન્ટમા સહી પણ કરેલ ન હોવા છતા રીન્યુ અંગેના દસ્તાવેજોમાં ખોટી સહીઓ કરી છેતરપિંડી આચરવા અંગે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    5 કરોડના રોકાણના બહાને કરાયેલા કૌભાંડમાં પૂર્વ ડિરેક્ટરની ધરપકડ:CID ક્રાઇમ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી વિશાલ ચૌધરીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
    Next Article
    સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શૃંગાર કરાયો:ગર્ભગૃહમાં 11 શિવલિંગ સ્થાપી બારેય જ્યોતિર્લિંગનું દિવ્ય સ્વરૂપ અપાયું, ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment