Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વર્ષની બાળકી પર દીપડો ત્રાટક્યો, CCTV:જૂનાગઢમાં ગરદનથી પ્રિશાને દબોચી એક જ સેકન્ડમાં ઉઠાવી ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ

    14 hours ago

    જૂનાગઢ જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાના આતંકથી ફફડાટ ફેલાયો છે. ​મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું છે. થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહી ખેતીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી પ્રિશા 23 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ફળિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો અને તેને ઉઠાવી ખેતર તરફ લઈ ગયો હતો. જે ઘટનાના CCTVમાં કેદ થઈ છે. આ ઘટના બાદ સોયાબીનના ખેતરમાં શોધખોળ કરતા બે કલાકે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે માતા-પિતા સહિત પરિવારના સભ્યના રડી રડીને બેહાલ છે. જ્યારે દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો પણ પરિવારના સભ્યોએ ઈન્કાર કર્યો છે. 'દીપડાને પકડો પછી જ મૃતદેહ સ્વીકારીશું' ​મૃતકના કાકા કેતનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વાડીમાં ઘરની સામે જ મારા ભાઈની છોકરી રમી રહી હતી. ત્યારે દીપડો તેને ઉપાડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગામના લોકો ભેગા થઈને શોધખોળ કરતા આશરે બે કલાકે દીકરીની લાશ મળી આવી હતી. વધુમાં કેતનભાઈએ જણાવ્યું કે, અમારે ન્યાય જોઈએ છે. પહેલા દીપડાને પકડવામાં આવે તથા તેને પકડ્યા પછી જ બાળકીની લાશ સ્વીકારવામાં આવશે. સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે. 'દીપડાને પકડવા 10 પાંજરા ગોઠવ્યા' ​ડેડકિયાળ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, ડેડકિયાળમાં બાળકીને દીપડા ઘસડી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ સ્થાનિક લોકો સાથે સંકલન કરી દેવળિયા રેન્જને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજુબાજુની ચારેય રેન્જનો સ્ટાફ તાત્કાલિક બોલાવી લેવાયો હતો અને દીપડાને પકડવા હાલ 10 પાંજરા ગોઠવી 30થી 35 વન વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. વન વિભાગ મોડું પહોંચ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ​સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, વન વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું હતું અને ઘટનાની જાણ કરવા છતાં બે કલાક બાદ વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. બાળકીના મોતને પગલે ગ્રામજનો અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વન વિભાગ મોડું પહોંચ્યું હોવાના આક્ષેપો ફગાવતા એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, સ્ટાફ અગાઉથી જ હાજર રહી શોધખોળ કરી રહ્યો હતો અને સરકારી નિયમ મુજબ વળતર તેમજ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે પરિવારજનો સહકાર આપે. વર્ષ 2023 મુજબ સૌથી વધુ દીપડા જૂનાગઢ જિલ્લામાં વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2023ના રાજ્યવ્યાપી દીપડાની વસ્તી અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 2,294 નોંધાયેલા દીપડા છે, જ્યારે હાલમાં અંદાજિત સંખ્યા આશરે 2,600 જેટલી હોવાનું અધિકારીઓનું માનવું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ જિલ્લામાં દીપડાની નોંધાયેલી વસ્તી નથી. આ પણ વાંચો: 1. 4 સપ્ટેમ્બરે જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં દીપડો પાંજરે પૂરાયો 2. 11 જુલાઈએ ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
    Click here to Read More
    Previous Article
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું:PMએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયની કરી જાહેરાત, યમુના એક્સપ્રેસ-વે પર દુર્ઘટના;35 મુસાફરો સવાર હતા
    Next Article
    પોરબંદરમાં 341 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:SOG પોલીસે ચોપાટી રોડ પરથી દરોડો પાડી કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment