Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 341 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:SOG પોલીસે ચોપાટી રોડ પરથી દરોડો પાડી કાર્યવાહી કરી

    12 hours ago

    પોરબંદર SOG પોલીસે નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરી છે. તેમણે ચોપાટી રોડ પરથી એક શખ્સને 341 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાએ નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમીદારોને સક્રિય કરી નશીલા પદાર્થો અંગે માહિતી મેળવી હતી. દરમિયાન SOGના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. તેમને માહિતી મળી કે મંગલસિંહ બિરસીંગ વડીયારા બાવરી ગાંજાના જથ્થા સાથે ચોપાટી ફુટપાથ વિસ્તારમાં આવેલા પોતાના ઝૂંપડામાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મંગલસિંહ બિરસીંગ વડીયારા બાવરી (ઉંમર 35) પકડાયો હતો. તે કર્લી પુલ પાસે ઝુપડપટ્ટી અને હાલ ચોપાટી ફુટપાથ ઝુપડામાં રહે છે. પોલીસને તેની પાસેથી વનસ્પતીજન્ય સુકો ગાંજો 341 ગ્રામ મળ્યો હતો, જેની કિંમત ₹17,050 છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષની બાળકી પર દીપડો ત્રાટક્યો, CCTV:જૂનાગઢમાં ગરદનથી પ્રિશાને દબોચી એક જ સેકન્ડમાં ઉઠાવી ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ
    Next Article
    ભરૂચમાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસ અને RTOની બાઇક રેલી:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ, માર્ગ સલામતીના શપથ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment