Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું:PMએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયની કરી જાહેરાત, યમુના એક્સપ્રેસ-વે પર દુર્ઘટના;35 મુસાફરો સવાર હતા

    15 hours ago

    UPના નોઈડામાં યમુના એક્સપ્રેસ-વે પર ખાનગી સ્લીપર એસી બસમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં 9 મુસાફરોના જીવતા સળગી જતા મોત થયા. બસમાં 35 મુસાફરો સવાર હતા. કેટલાક મુસાફરોએ બારી તોડીને કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો. અકસ્માત બુધવારે રાત્રે 12 વાગ્યે થયો હતો. બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી. બસ રાજ કલ્પના ટ્રાવેલ્સની હતી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. 45 મિનિટમાં આગ બુઝાવવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પહેલી શોર્ટ સર્કિટ અને બીજી ફટાકડા. હકીકતમાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ બસમાંથી વારંવાર ફટાકડા ફૂટે તેવા અવાજો આવી રહ્યા હતા. પીએમ મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું- અકસ્માત દુઃખદ છે, ભગવાન પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અકસમાતની તસવીરો જુઓ- મહિલા મુસાફરે કહ્યું- અંદર ધુમાડો ભરાઈ ગયો હતો, ઘણા લોકો બસની અંદર જ રહી ગયા બસ મુસાફર રિંકી રાજપૂતે જણાવ્યું- હું નોયડાથી બસમાં બેઠી હતી. હું ઊંઘી રહી હતી. કોઈએ મને જગાડીને કહ્યું કે બસમાં આગ લાગી ગઈ છે. બસમાં અફરાતફરી મચી ગઈ હતી. બધા એકબીજાને ધક્કો મારી રહ્યા હતા. અંદર ધુમાડો ભરાઈ ગયો હતો અને સૌનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ડ્રાઇવર જ્યાં બેઠો હતો, ત્યાંથી જ આગ લાગી હતી. ઘણા લોકો બસની અંદર જ રહી ગયા હતા. ‘બસમાંથી બહાર નીકળવું સરળ નહોતું’ મુસાફર વિશ્વામિત્ર યાદવે કહ્યું- જ્યારે હું સૂતો હતો, ત્યારે કોઈએ મને જગાડીને જણાવ્યું કે બસમાં આગ લાગી ગઈ છે. અમે બધા બહાર નીકળવા માટે ઉતાવળમાં દોડ્યા. ત્યાંથી બહાર નીકળવું સરળ નહોતું. ખૂબ જ ધુમાડો હતો. ગભરાટ વચ્ચે અમે કોઈક રીતે બહાર નીકળી શક્યા. બસ મુસાફરોથી ખચાખચ ભરેલી હતી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના 8 સૈનિકોનો આત્મહત્યાનો પ્રયાસ, એક દરિયામાં કૂદ્યો:અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ પર માનસિક તણાવથી સ્થિતિ વણસી, US નેવીનો ખુલાસો
    Next Article
    5 વર્ષની બાળકી પર દીપડો ત્રાટક્યો, CCTV:જૂનાગઢમાં ગરદનથી પ્રિશાને દબોચી એક જ સેકન્ડમાં ઉઠાવી ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment