Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર નગરપાલિકાએ સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો:5 વોર્ડના 923 અરજદારોને વિવિધ સેવાઓનો લાભ મળ્યો

    10 hours ago

    હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 2, 8, 9, 10 અને 11 સહિત પાંચ વોર્ડના નાગરિકો માટે ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા સિવિક સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં કુલ 923 અરજદારોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અરજદારોની રજૂઆતો અને અરજીઓનો ગુણદોષના આધારે સ્થળ પર જ નિકાલ કરવાનો હતો. સેવાસેતુના માધ્યમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર એક જ દિવસમાં વિવિધ કાર્ડ અને દાખલાઓ સહિતના લાભો મળી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પણ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી તપાસો કરવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો, આધારકાર્ડ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય અને આદિજાતિ વિભાગની યોજનાઓ જેવી સેવાઓ ઉપલબ્ધ હતી. જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક સહિતની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યો તેમજ પાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:PI ગઢવીએ કાયદો વ્યવસ્થા જાળવવા હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી
    Next Article
    વિધાનસભા સત્રમાં ગ્લૂ ટ્રેપ પર બિલ લવાશે કે નહીં:પ્રિન્સિપલ સેક્રેટરી ફાઇલ કરશે એફિડેવિટ, એડવોકેટ જનરલના ધ્યાને મૂકાશે બાબત; વિધાનસભાના ચાલુ સત્રનો 25 માર્ચે છેલ્લો દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment