Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:પાલનપુરમાં 5 દિવસમાં લીંબુના ભાવ 900 વધ્યા,મણનો ભાવ રૂ.4,400 સુધી પહોંચ્યા

    3 days ago

    પાલનપુરમાં કાળઝાળ ગરમીથી બચવા લોકો લીંબુ સરબતનો સહારો લઈ રહ્યા છે, પરંતુ લીંબુ મોંઘું બનતાં ગ્રાહકો પરેશાન બન્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 20 કિલોના લીંબુના ભાવમાં રૂ.900નો વધારો થઈ રૂ.4,400 સુધી પહોંચ્યા છે. માર્ચ બાદ માવઠાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ એપ્રિલમાં ફરી ભાવ આસમાને પહોંચ્યા છે. પાલનપુર માર્કેટમાં 7 દિવસ પહેલા લીંબુના મણના 3500 રૂપિયા ભાવ હતો. તેમાંથી એના ત્રીજા દિવસે વધીને 4000 રૂપિયા થયા હતા અને 5માં દિવસે તો લીંબુના મણના ભાવ 4200 રૂપિયાને આંબી ગયા હતા જે બાદ સોમવારે પાલનપુર માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ રૂ.4400એ પહોંચી ગયા હતા. પાલનપુરમાં કાળઝાળ ગરમીને કારણે ચારેકોર ગરમ લૂ ફૂંકાતા ગરમમાં લૂથી બચવા જન આરોગ્ય માટે લીંબુ સરબત શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક ગણાય, પણ હાલ આગઝરતી ગરમી કરતા લીંબુના ભાવો લોકોને વધુ દઝાડી રહ્યા છે. તેજ સૂર્ય પ્રકોપને કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં હાલ દરેક ઘરે લીંબુ માંગ વધી છે, શહેરમાં લીંબુ સરબત સોડાની રેંકડી, દુકાનો, અન્ય ખોરાકમાં લીંબુની જરૂરિયાત હોવાથી એટલી બધી ડિમાન્ડ નીકળી છે કે, રાતોરાત ભાવ ઉચકાયા છે, માર્ચમાં 3000 આસપાસના ભાવ હતા‎ વેપારી હિતેશભાઈએ જણાવ્યું કે, માર્ચ મહિના પહેલા એટલે માગશર‎મહિનામાં ઠંડીમાં મણના 3000ની આસપાસ ભાવ હતા. પણ માર્ચ‎મહિનો શરૂ થતાં ગરમી વધવાની ધીરેધીરે ભાવ વધીને લીંબુના મણના‎ભાવ રૂ.4000ની આસપાસ થયા હતા. જો કે દસેક દિવસ પહેલા‎માવઠાને કારણે લીંબુના ભાવોમાં થોડી રાહત થઈ હતી.‎
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાનું કમકમાટીભર્યુ મોત:પાલનપુરમાં બંધ મકાનમાંથી 65 વર્ષીય વૃદ્ધાની લાશ મળી
    Next Article
    આદેશ:મહીસાગરમાં ભાજપે 13‎ કાર્યકરોને બરતરફ કર્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment