Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની જોધપુર સ્વીટ્સમાં ફૂડ વિભાગની કાર્યવાહી:સ્ટ્રોબેરી બરફી અને કચોરીના નમૂના લીધા, 6.5 લીટર તેલ અને 5 કિલો બેકરી પ્રોડક્ટ્સનો નાશ

    7 hours ago

    વલસાડના ધરમપુર રોડ પર અબ્રામા ખાતે આવેલી જોધપુર સ્વીટ્સમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ધરમપુર ચોકડી નજીક કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર બી.કે.પટેલે સ્ટ્રોબેરી બરફી અને કચોરીના નમૂના લીધા હતા. આ નમૂનાઓને તપાસ માટે રાજકોટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન, જોધપુર સ્વીટ્સની દુકાનમાં કચોરી અને સમોસા તળવાના તેલનું TPC 34.5 આવ્યું હતું. આ કારણે આશરે 6.5 લીટર તળેલા તેલનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, આશરે પાંચ કિલો બેકરી પ્રોડક્ટ્સનો પણ નાશ કરાયો હતો. આ નમૂનાઓનો તપાસ રિપોર્ટ આવ્યા પછી આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લાંચ કેસના આરોપી ઉપસરપંચ-સભ્યને ગામમાં પ્રવેશ નહીં:વાપી કોર્ટે ગ્રામ પંચાયતની કામગીરી અને ગણેશ ઉત્સવ માટેની અરજી ફગાવી
    Next Article
    આરોગ્ય મંત્રીએ અલીપોર PHCની ઓચિંતી મુલાકાત લીધી:મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામગીરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો; સ્ટાફ અને ડોક્ટરોને સન્માનિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment