Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા:વડોદરામાં પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.09 અને ડીઝલ 93.92એ પહોંચ્યું

    1 सप्ताह पहले

    છેલ્લા 5 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બીજી વખત વધારો થયો છે. આજે(19 મે) પેટ્રોલ અને ડીઝલમાં 90 પૈસાનો વધારો થયો છે. હાલ વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 98.09 અને ડીઝલનો ભાવ 93.92 અને CNGનો ભાવ પ્રતિ કિલો 83.95 રૂપિયા પહોંચ્યો છે. આ ભાવ વધારાથી વડોદરાવાસીઓના બજેટ પર અસર પડશે. ‘મિડલ ક્લાસ માટે ખૂબ જ અઘરું છે’ વાહન ચાલક અરુણભાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલમાં પાંચ દિવસમાં 3 રૂપિયા ને 90 પૈસા જેટલો વધારો થઈ ગયો છે. આપણા ઘરના બજેટ ઉપર આની સીધી અસર પડી ગઈ છે. કારણ કે જો આપણે 2 લિટર પેટ્રોલ પુરાવીએ તો એમાં પણ હવે ગણતરીપૂર્વક ચાલવું પડે છે. આપણે બહુ ધીરે-ધીરે અને કરકસર કરીને વાહન ચલાવીએ તો પણ મુશ્કેલી પડે છે. હજુ તો આ શરૂઆત છે, હજુ તો આનાથી પણ વધારે ભાવ વધશે. બહુ જ તકલીફ પડશે. મિડલ ક્લાસ માટે તો આ ખૂબ જ અઘરું છે. ‘જ્યાં બહુ જરૂરી હશે ત્યાં જ વાહનનો ઉપયોગ કરીશું’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરના બંને છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. હજુ ભાવ વધશે તો વાહન ચલાવવું તો પડશે જ ને, શું કરીએ? બીજો કોઈ છૂટકો જ નથી. ભલે ભાવ 100 રૂપિયા થાય કે 125 રૂપિયા થાય, પણ વાહન ચલાવવું તો પડશે જ. માત્ર જ્યાં બહુ જરૂરી હશે ત્યાં જ આપણે વાહનનો ઉપયોગ કરી શકીશું. સરકાર પાસે પણ હવે શું અપેક્ષા રાખીએ? આ તો એક વૈશ્વિક સમસ્યા જેવું છે. એમાં સરકાર પણ શું કરી શકે? ‘જેમ-જેમ મોંઘવારી વધશે, તેમ ભાવ પણ વધશે જ’ વાહન ચાલક ડાહ્યાભાઈ પરસોત્તમભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાવ તો વધતા જ રહેવાના. જેમ-જેમ મોંઘવારી વધશે, તેમ ભાવ પણ વધશે જ. એમાં કોઈ ફેર પડવાનો નથી. જો તમારાથી પોસાય તો ગાડીઓ ફેરવો, નહીંતર ગાડી મૂકી દો અને સાઇકલ ફેરવો! જો તમારામાં કમાવવાની તાકાત હોય તો ગાડીઓ ફેરવો, બાકી સાઇકલ ચલાવો. આ બાબતને ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. મોંઘવારી તો વધવાની જ છે. જેમ-જેમ વસ્તી વધશે, તેમ-તેમ મોંઘવારી પણ વધવાની જ છે. એમાં ચૂંટણી વચ્ચે ક્યાંય આવતી નથી. દિવસે-દિવસે જમીન ઓછી થતી જાય છે અને સામે ખર્ચાઓ વધી ગયા છે, એટલે મોંઘવારી તો વધવાની જ છે. આમાં ન તો મોદી સાહેબનો કોઈ લેવા-દેવા છે, ન તો કોંગ્રેસવાળાનો કે ન તો ભાજપવાળાનો કોઈ વાંક છે. ‘મધ્યમ વર્ગને તો તકલીફ પડવાની જ’ વાહન ચાલક રમેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, પેટ્રોલમાં ભાવવધારો તો થયો જ છે, પણ જો સરકાર આમાં થોડી રાહત આપે તો આપણા માટે અને બધા માટે ઘણું સારું રહેશે. મધ્યમ વર્ગને તો તકલીફ પડવાની જ ને! કારણ કે કમાણી ઓછી હોય અને સામે જાવક વધારે હોય. મોંઘવારીના પ્રમાણમાં જોઈએ તો અત્યારે ઘણી બધી રાહત આપવાની જરૂર છે. બજેટ પર તો અસર પહોંચશે, એમાં કંઈ કહેવાનું જ ન હોય! જે ઓછું-વત્તું હતું તે પણ હવે ખોરવાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    ડો. પ્રિયા પટેલ વ્યારા નગરપાલિકાના નવા પ્રમુખ:શિક્ષિત અને સક્ષમ ચહેરા તરીકે પસંદગી, અનીસ ચૌધરી ઉપપ્રમુખ બન્યા
    Next Article
    આયોજન:પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખની 23 મેએ ચૂંટણી યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment