Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. પ્રિયા પટેલ વ્યારા નગરપાલિકાના નવા પ્રમુખ:શિક્ષિત અને સક્ષમ ચહેરા તરીકે પસંદગી, અનીસ ચૌધરી ઉપપ્રમુખ બન્યા

    1 week ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના હોદ્દેદારોની નિમણૂંક પ્રક્રિયા આજે યોજાયેલી સામાન્ય સભામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ નામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. વ્યારા નગરપાલિકાના પ્રમુખ પદ માટે વોર્ડ નંબર 3માંથી વિજય મેળવનાર ડો. પ્રિયા પટેલની નિમણૂંક કરવામાં આવી છે. એક શિક્ષિત અને સક્ષમ ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય સભામાં પ્રમુખ ઉપરાંત અન્ય પદો માટે પણ નામોની જાહેરાત કરી સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. જેમાં ઉપપ્રમુખ તરીકે અનીસ ચૌધરી, કારોબારી અધ્યક્ષ તરીકે તેજસ પંચાલ, પક્ષના નેતા તરીકે જયેશ રાઠોડ અને દંડક (વ્હીપ) તરીકે હેતલ ભદાનની વરણી કરવામાં આવી હતી. નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક માટે પક્ષ તરફથી આવેલા નામોના મેન્ડેટને સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સભામાં હાજર તમામ સભ્યોએ તેને એકસૂરે વધાવી લઈ સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો હતો. નવનિયુક્ત પ્રમુખ ડો. પ્રિયા પટેલ અને તેમની ટીમે જણાવ્યું હતું કે, વ્યારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવો અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે. નવી ટીમની વરણી થતા જ કાર્યકરો અને સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અંજુમ શર્માએ કહ્યું- ‘કેપ્ટન’નો 'મુન્ના' જમીની અને રો પાત્ર છે!:'મારે કંઈક અલગ કરવું હતું એટલે 'મિર્ઝાપુર'ના શરદ શુક્લા પછી આ પાત્ર પસંદ કર્યું'
    Next Article
    5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા:વડોદરામાં પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.09 અને ડીઝલ 93.92એ પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment