Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 મહિનામાં 90 લાખથી વધુના રોકાણ સામે કરોડોનો નફો બતાવ્યો:ઈસનપુરના વૃદ્ધને પોર્ટફોલિયો મેનેજર ટીપ આપતો, પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ ફ્રીઝ થયું

    1 week ago

    અમદાવાદ શહેરના એક વૃદ્ધે યુટ્યુબમાં રોકાણની જાહેરાત જોઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ ગઠિયાઓએ વૃદ્ધને અલગ અલગ શેરમાં રોકાણ કરવાનું કહીને એપ્લિકેશનમાં ટુકડે ટુકડે 90 લાખથી વધુ રકમ ભરાવડાવી હતી. વૃદ્ધને માત્ર નફાના 22 હજાર રૂપિયા પરત આપ્યા હતા. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોર્ટફોલિયો મેનેજરની ટીપ મુજબ રોકાણ કરતા ઈસનપુરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ નિવૃત જીવન ગુજારે છે. યુટ્યુબમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈને તેમણે એક લિંકમાં ક્લિક કર્યું હતું જેમાં ફોર્મ ખુલ્યું હતું તે ભરીને તેમણે વિગતો ભરી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાતું ખોલાવ્યું હતુ. ખાતું ખોલાવતા તેમનો એક પોર્ટફોલિયો મેનેજર સાથે સંપર્ક થયો હતો.જે વૃદ્ધને અવારનવાર રોકાણ માટેની ટીપ્સ આપતો હતો.આ એપ્લિકેશનમાં પોર્ટફોલિયો મેનેજર કહેતો તે મુજબ વૃદ્ધ અલગ અલગ રોકાણ કરતા હતા. 5 મહિનામાં 90 લાખથી વધુનું રોકાણ કર્યું, જેની સામે કરોડોનો નફો બતાવ્યો વૃદ્ધે 14 નવેમ્બરથી 9 એપ્રિલ 2026 સુધી કુલ 90.97 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં રોકાણની સામે વૃદ્ધને મોટી રકમનો નફો પણ બતાવતા હતા જે નફો જોઈને જ વૃદ્ધ લાલચમાં આવી ગયા અને તેમણે 90 લાખથી વધુનું રોકાણ કરી દીધું હતું. રોકાણ કર્યા બાદ શરૂઆતમાં નફો બતાવીને 22 હજાર રૂપિયા ઉપાડવા પણ દીધા હતા.જેથી વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો. વૃદ્ધે પાંચ મહિનામાં કુલ 90 લાખથી વધુનું રોકાણ કર્યું જેની સામે કરોડો રૂપિયાનો નફો બતાવતા હતા. પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું વૃદ્ધ જ્યારે એપ્લિકેશનમાંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમનું એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું હતું અને મેસેજ આવ્યો હતો કે જેમાં તેમણે પોર્ટફોલિયો મેનેજર અને અન્ય લોકોને મેસેજ અને કોલ કર્યા પરંતુ સામેથી કોઈ જવાબ આવતો ન હતો. જેથી વૃદ્ધને તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી.આ અંગે વૃદ્ધિ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, CCTV:પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા; સુરતમાં ટી-સ્ટોલ પર નજીવી બાબતે બબાલ થતાં 10-15 લોકો તૂટી પડ્યા
    Next Article
    ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી:રાજસ્થાની ગેંગના સાગરિતને સાયબર ક્રાઈમે દબોચ્યો, જામનગરના શખસને ₹25.86 લાખની ઠગાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment