Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, CCTV:પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા; સુરતમાં ટી-સ્ટોલ પર નજીવી બાબતે બબાલ થતાં 10-15 લોકો તૂટી પડ્યા

    1 week ago

    ડાયમંડ સિટી સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ગત(6 જૂન) મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10થી 15 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે પાંચ મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી બે આશાસ્પદ યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. સામાન્ય બોલાચાલી બાદ 10થી 15 યુવકો હથિયારો સાથે તૂટી પડ્યા લિંબાયતના સંજયનગરમાં રહેતો 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ અને વેડ રોડ બાપાસીતારામ ચોક ખાતે રહેતો 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી બંને પાકા મિત્રો હતા. શનિવાર-રવિવારની મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ હર્ષલ અને ભટ્ટુ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર પાસે ચા પીવા માટે ગયા હતા. જ્યાં ચાની કિટલી પર કોઈ અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો કે સામે પક્ષેથી 10થી 15 યુવકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને પાંચેય મિત્રો પર હુમલો કરી દીધો હતો. પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પરિવારોમાં આક્રંદ ઘટના બાદ અન્ય મિત્રો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં હર્ષલ અને ભટ્ટુને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન પહેલા હર્ષલ પાટીલનું મોત નીપજ્યું હતું, જ્યારે રવિવારે વહેલી સવારે બીજા મિત્ર ભટ્ટુ માળીએ પણ દમ તોડી દીધો હતો. ગણતરીના કલાકોમાં બે આશાસ્પદ યુવકોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ પણ વાંચો: મિત્રની પત્નીના એક તરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ્યો હર્ષલ એકનો એક દીકરો હતો આ હિંસક હુમલામાં કાળનો કોળિયો બનેલા બંને યુવકો પોતાના ઘરના મુખ્ય આધારસ્તંભ સમાન હતા. મૃતક 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ લિંબાયતના સંજયનગર વિસ્તારનો રહેવાસી હતો અને તે પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. હર્ષલ તેના પિતા સાથે ડ્રાઇવિંગના વ્યવસાયમાં હતો અને ઓનલાઇન પાર્સલના ટેમ્પોનું ડ્રાઇવિંગ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકના એક જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી પિતા અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. નાના દીકરાની હત્યાથી પરિવારજનો આઘાતમાં બીજી તરફ, આ જ ઘટનામાં જીવ ગુમાવનાર 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી વેડ રોડ પર આવેલા બાપાસીતારામ ચોકનો રહેવાસી હતો. ભટ્ટુ તેના પરિવારનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો. તેના પરિવારમાં એક મોટો ભાઈ અને બે બહેનો છે. ઘરના સૌથી નાના દીકરાની ઘાતકી હત્યાના પગલે માતા-પિતા સહિત ભાઈ-બહેનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. સિંગણપોર પોલીસે હત્યારાઓને પકડવા તપાસ તેજ કરી મધરાત્રે બનેલી આ સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બાબતમાં આટલો મોટો હુમલો કરનાર 10થી 15 યુવકો કોણ હતા અને તેમની પાછળ કોઈ જૂની અદાવત હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી:ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી જવાબદારીમાંથી છટક્યાં
    Next Article
    5 મહિનામાં 90 લાખથી વધુના રોકાણ સામે કરોડોનો નફો બતાવ્યો:ઈસનપુરના વૃદ્ધને પોર્ટફોલિયો મેનેજર ટીપ આપતો, પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ ફ્રીઝ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment