Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદાન પૂર્ણ:સુરત, વલસાડ સહિતના 5 જિલ્લાઓમાં સરેરાશ 72.34% જેટલું મતદાન નોંધાયું, ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થયા

    1 day ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન થયું. જેમાં ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાની 34 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારનું ભવિષ્ય આજે દક્ષિણ ગુજરાતના મતદારો નક્કી કરશે. ગરમીના એલર્ટ વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન માટે બૂથ પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર લોકો મતદાન પર લાઈન લગાવી હતી. દિવ્યાંગો, વૃદ્ધો, દુલ્હન, વરરાજાએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. અમુક જગ્યાએ EVM મશીનમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. પણ દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં (77.17%) નોંધાયું છે અને સૌથી ઓછું મતદાન સુરત જિલ્લામાં (67.89%) નોંધાયું છે જેમાં 5 જિલ્લાઓમાં સરેરાશ 72.34% જેટલું મતદાન થયું છે. સાંજે 6 વાગ્યે ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થયા છે. તેમજ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે .
    Click here to Read More
    Previous Article
    ઓરેન્જ કેપની હરિફાઈના અજબ-ગજબ મિમ્સ, VIDEO:પ્રીતિએ એક મુક્કામાં ક્રિકેટરને બેવડો વાળી દીધો, ક્યૂટ છોકરીએ અભિષેકનો હાથ ખેંચી લીધો!
    Next Article
    હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું:યુવતીનું વાઈટ થીમ સાથે ફસ્ટ ટાઈમ વોટિંગ, સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment