Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું:યુવતીનું વાઈટ થીમ સાથે ફસ્ટ ટાઈમ વોટિંગ, સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે આજે રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં 483 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસન ધરાવતા આ ગઢમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જેમાં સાંજ 5 વાગ્યા સુધીમાં અંદાજે 51.88% જેટલું મતદાન નોંધાયું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ સુરતીઓના મનોબળને તોડી શક્યું નથી. ગત મનપાની ચૂંટણીના મતદાન કરતા આ વખતે 3 ટકા વધુ મતદાન વર્ષ 2021ની ચૂંટણીમાં થયેલા 47% મતદાનની સરખામણીએ આ વર્ષે સુરતીઓએ વધુ ઉત્સાહ દાખવ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં જ કુલ મતદાનનો આંકડો 51.88% પર પહોંચી ગયો હતો. સૌથી વધુ મતદાન પાટીદાર અને પરપ્રાંતીય બહુલ વિસ્તારો જેવા કે વરાછા, સરથાણા અને સીમાડા (વોર્ડ નં. 3) માં જોવા મળ્યું હતું. બીજી તરફ, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 14 (ઉમરવાડા-માતાવાડી) માં નોંધાયું હતું. વહીવટી દ્રષ્ટિએ કેટલીક જગ્યાએ EVM ખોટકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેમાં વોર્ડ નં. 21 ના બૂથ નં. 88 પર મશીન બંધ પડતા પ્રક્રિયા થોડી ધીમી પડી હતી. સંઘવી, પાટીલ સહિતના નેતાઓએ વોટ આપ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અને ધારાસભ્ય કુમાર કાનાણી, અલ્પેશ કથરિયાસહિતના નેતાઓએ સપરિવાર મતદાન કરી લોકોને લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરી હતી. સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ પણ 'વોટમાં જ વટ છે' ના સૂત્ર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હોસ્પિટલમાંથી મતદારો મતદાનમથકે પહોંચીને મતદાન કર્યુ મતદાન મથકો પર અનેક પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેમાં બીમારી અને 100% મનોદિવ્યાંગ યુવતી શિરીન, કેન્સરની પીડા ભોગવતા રતિભાઈ માંગરોળીયા અને સર્જરીના માત્ર ચાર દિવસ બાદ વોકરના સહારે આવેલા રેખાબેને મતદાન કરી મિશાલ રજૂ કરી હતી. 91 વર્ષીય જગદીશચંદ્ર પંડ્યા અને એમ્બ્યુલન્સમાં આવેલા 84 વર્ષીય અવલબેન ડોબરીયાએ દાયકાઓથી ચાલતી તેમની મતદાનની પરંપરા જાળવી રાખી હતી. લગ્નની જાન પ્રસ્થાન પહેલાં મતદાન જ્યારે વાંઝ ગામમાં વરરાજા જીગરભાઈ વાંઝવાલાએ લગ્નની જાન પ્રસ્થાન કરતા પહેલા અને અડાજણમાં યશ પટેલે પીઠીની વિધિ વચ્ચે મતદાન કરી નાગરિક ધર્મને પ્રાધાન્ય આપ્યું હતું. ફસ્ટ ટાઈમ વોટરે કહ્યુ, 'ફાઈવ ડે વર્કિંગ' કલ્ચર લાવો પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં વિકાસ અને રોજગાર મુદ્દે સ્પષ્ટ દ્રષ્ટિકોણ જોવા મળ્યો હતો. સોફ્ટવેર એન્જિનિયર દિશા દુગ્ડ જેવા યુવા મતદારોએ આઈટી સેક્ટરના વિકાસ અને 'ફાઈવ ડે વર્કિંગ' કલ્ચર જેવી પોલિસીઓની અપેક્ષા સાથે વોટ આપ્યો હતો. 28 એપ્રિલે રિઝલ્ટ સુરત મનપાની આ ચૂંટણીમાં ગરમીના પ્રકોપ છતાં લોકોએ પરિવર્તનના મુદ્દે મક્કમ રહીને મતદાન કર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલા આ મતદાન બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે, જે 28 એપ્રિલે સુરત મનપાની રાજકીય દિશા નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદાન પૂર્ણ:સુરત, વલસાડ સહિતના 5 જિલ્લાઓમાં સરેરાશ 72.34% જેટલું મતદાન નોંધાયું, ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થયા
    Next Article
    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ:આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે ચિંતા વ્યક્ત કરી, છેલ્લી ઘડીએ એલિસબ્રિજમાં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment