Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ:આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે ચિંતા વ્યક્ત કરી, છેલ્લી ઘડીએ એલિસબ્રિજમાં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ

    1 day ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન યોજાયું હતું. શહેરમાં રાજકીય ગરમીની સાથે-સાથે કુદરતી ગરમી પણ જોવા મળી હતી. આજે ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી જતાં મતદાન પર તેની અસર જોવા મળી હતી. મતદાન દરમિયાન હોબાળા અને મારામારીની ઘટના પણ સામે આવી હતી. છેલ્લી ઘડીએ એલિસબ્રિજ ગુજરાતી શાળા નંબર 14માં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો કુબેરનગર વોર્ડમાં વી. વી. તોમર સ્કૂલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરે કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉમેશસિંહ યાદવના પિતરાઈ ભાઈ સુરેશસિંહ યાદવને ફડાકો મારતા વાત ફરિયાદ સુધી પહોંચી હતી. ભાજપના ઉમેદવારને માર મારતા દાખલ દાણીલીમડા વોર્ડના ભાજપના ઉમેદવાર વિનોદ પરમારને માર મારવામાં આવતા મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાણીલીમડા MS સ્કૂલમાં બોગસ મતદાન થતું હોવા અંગેની તેમને ફરિયાદ મળી હતી, જેના પગલે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ઘર્ષણ થયું હતું. સુત્રો મુજબ પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસ દ્વારા મારવામાં આવતા તેઓ બેહોશ થઈ ગયા હતા અને હાલમાં તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસનું બટન ન દબાતા હોબાળો, તાત્કાલિક EVM બદલાયુ અમદાવાદના ખાડિયા વોર્ડમાં બાલભવન ખાતે કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાવવામાં આવતું નહોતું, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા બુથ ઉપર મતદાન બંધ કરાવવામાં આવ્યું હતું. મતદાન બંધ કરાવી અને હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે EVM મશીન બદલી નાખવામાં આવ્યું હતું. આજ રીતે સેવનથ ડે સ્કૂલમાં બીજાના નામનો મત નાખવામાં મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને મતદાન બંધ કરાવ્યું હતું. 20 મિનિટ માટે મતદાન બંધ થયું હતું. આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે રોષ વ્યક્ત કર્યો અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરતા જનતાને આડેહાથ લીધી હતી. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશના ખેડૂતો અને શ્રમિકો ધોમધખતા તડકામાં કામ કરી શકતા હોય, ત્યારે સુવિધાભોગવી પ્રજા માટે માત્ર મતદાન કરવા એસી (AC)માંથી બહાર નીકળવું ગરમીનું બહાનું હોઈ શકે નહીં અને આ પ્રકારે ઓછું મતદાન થવું તે શરમજનક બાબત છે. આનંદીબેને વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો ચાલી શકતા નથી તેઓ પણ જો મતદાન મથક સુધી આવી શકતા હોય, તો સક્ષમ લોકોએ ઘરમાં બેસી રહેવું શોભા આપતું નથી. આપણે આપણા સ્વાર્થ માટે નહીં પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું:યુવતીનું વાઈટ થીમ સાથે ફસ્ટ ટાઈમ વોટિંગ, સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન
    Next Article
    મહિસાગરમાં 58.75 ટકા મતદાન:શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 28મીએ પરિણામ; વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment