Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણા લેક ગાર્ડનના ગેટ પાસે યુવકની હત્યા:પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકા, શહેરમાં 5 મહિનામાં 50થી વધુ હત્યાના બનાવ

    10 hours ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના પુણા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં લેક ગાર્ડનના ગેટ સામે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાતકી હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. આ લોહિયાળ ખેલ બાદ પુણા વિસ્તારના સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા પાંચ મહિનામાં આ 52મી હત્યા છે. જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કર્યો મળતી માહિતી મુજબ, પુણા તળાવ નજીકથી પસાર થઈ રહેલા એક 25થી 30 વર્ષીય કરણ વિક્રમભાઈ વાઘેલા પર અચાનક જ અજાણ્યા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરો યુવકને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. વધુ લોહી વહી ગયું હોવાના કારણે ઘટના સ્થળે જ મોત ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતા યુવકની વહારે આવ્યા હતા. જો કે, યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી અને શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાના કારણે ઘટના સ્થળે જ તેણે દમ તોડી દીધો હતો. યુવક અજાણ્યો હોવાથી તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાંથી તેનું નામ કરણ વિક્રમભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા આ ચકચારી હત્યાકાંડ પાછળ પ્રેમપ્રકરણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ યુવતી સાથેના સંબંધોની અદાવતમાં આ આયોજનબદ્ધ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જો કે, હત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સત્તાવાર રીતે સામે આવશે. ધોળેદિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પુણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ શરૂ જાહેરમાં હત્યાની આ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ ઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન સામે કૂદીને યુવકનો આપઘાત:મકરપુરા રેલવે સ્ટેશન નજીક યુવકે માલગાડી સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ
    Next Article
    વિવાદ બાદ યાદીમાં નામ સામેલ થતાં પૂર્વ મેયર કાર્યક્રમમાં ગેરહાજર:વડાપ્રધાનના રેકોર્ડના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ 15માં પૂર્વ ચેરમેને વૃક્ષારોપણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment