Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેન સામે કૂદીને યુવકનો આપઘાત:મકરપુરા રેલવે સ્ટેશન નજીક યુવકે માલગાડી સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

    8 hours ago

    વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન નજીક એક યુવકે માલગાડી સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી મૃતક મૂળ બિહારનો રહેવાસી છે. તેનુ નામ રવિ હોવાનું જાણવા મળ્યું છે. રવિ પરીણીત હતો અને એક સંતાનનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, તેણે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. યુવકે આત્મહત્યા કરી કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા મૃતકના મોબાઇલ ફોન, અંગત વસ્તુઓ અને પરિવારજનોના નિવેદનોના આધારે ઘટનાનું સાચું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Falta में Jahangir Khan की पुलिस ने हाफ-पैंट में निकाली परेड। Jahangir Khan half pant parade video
    Next Article
    પુણા લેક ગાર્ડનના ગેટ પાસે યુવકની હત્યા:પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકા, શહેરમાં 5 મહિનામાં 50થી વધુ હત્યાના બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment