Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના અશોક ચૌધરીના નામે 5 વોટર આઈડી કાર્ડ:5 અલગ EPIC નંબર, ફોટો અને વિગત એક જ; ચૂંટણી પંચનો મતદારયાદીમાં છબરડો?

    2 days ago

    સુરત મનપાની આગામી ચૂંટણીઓ અને લોકશાહીના પર્વ પૂર્વે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન સુરત ચૂંટણી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. સુરતના વોર્ડ નં. 22 (ભટાર-વેસુ-ડુમસ) વિસ્તારમાં મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ-પાંચ વખત જોવા મળતા આશ્ચર્ય ફેલાયું છે. આ કોઈ ટેકનિકલ ભૂલ કરતા વહીવટી ક્ષતિ વધુ જણાય છે, કારણ કે પાંચેય એન્ટ્રીમાં વ્યક્તિનું નામ અને વિગતો સમાન છે, પરંતુ દરેક વખતે ચૂંટણી પંચે અલગ EPIC (Elector's Photo Identity Card) નંબર ફાળવ્યો છે. આ ઘટનાએ મતદાર યાદીની ચોક્કસાઈ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. એક જ વ્યક્તિ, એક જ વિગત પણ 5 અલગ ચૂંટણી કાર્ડ આ કિસ્સો સુરતના જાગૃત નાગરિક અશોક મંગલરામ ચૌધરીનો છે. વોર્ડ-22ની મતદાર યાદી તપાસતા માલૂમ પડ્યું કે અશોકભાઈનું નામ યાદીમાં એક-બે નહીં પણ પૂરી પાંચ વખત નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વાર ફોર્મ ભરે ત્યારે ડુપ્લીકેશન સોફ્ટવેર દ્વારા પકડાઈ જતું હોય છે, પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે પાંચેય વખત સિસ્ટમે તેને સ્વીકારી લીધું અને પાંચ અલગ-અલગ EPIC નંબર પણ જનરેટ કરી દીધા. આ કિસ્સો સામે આવતા જ સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શા માટે 5 વખત નોંધણી થઈ?, મતદારે ખુલાસો કર્યો જ્યારે આ મામલે ખુદ મતદાર અશોક ચૌધરી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સત્ય હકીકત જણાવી હતી. તેમણે કહ્યું કે, મેં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અલગ-અલગ સમયે ફોર્મ ભર્યા હતાં. ત્યારબાદ SIR દરમિયાન પણ બે વખત ફરીથી ફોર્મ ભર્યા હતા. આમ, વારંવાર ફોર્મ ભરવા પાછળનું કારણ કદાચ વહેલી તકે કાર્ડ મળી જાય તેવી ઈચ્છા હોઈ શકે, પરંતુ સરકારી મશીનરીએ આ પાંચેય ફોર્મને અલગ ગણીને પાંચેય વાર નામ દાખલ કરી દીધા. ચૂંટણી પંચની ડેટા ફિલ્ટરેશન પ્રોસેસ સામે ગંભીર સવાલો ચૂંટણી પંચ હંમેશા દાવો કરે છે કે તેમની પાસે અત્યાધુનિક સોફ્ટવેર છે જે ડુપ્લીકેટ મતદારોને શોધી કાઢે છે. જો ફોટો અને નામ સમાન હોય તો સોફ્ટવેર તરત જ એરર આપે છે. પરંતુ અશોક ચૌધરીના કિસ્સામાં આ ફિલ્ટરેશન પ્રોસેસ સાવ નિષ્ફળ સાબિત થઈ છે. જો એક જ વોર્ડમાં એક વ્યક્તિ પાંચ વાર નોંધાઈ શકતી હોય, તો આખા શહેરમાં આવા કેટલા કિસ્સા હશે તે ચિંતાનો વિષય છે. આ પ્રકારની ભૂલોને કારણે બોગસ વોટિંગની શક્યતાઓ પણ વધી જાય છે, જે લોકશાહી માટે જોખમી છે. 15 માર્ચે રદ કરવાની અરજી કરી છતાં યાદીમાં નામ અશોક ચૌધરીને જ્યારે જાણ થઈ કે તેમનું નામ પાંચ વખત આવી ગયું છે, ત્યારે તેમણે જવાબદાર નાગરિક તરીકે પગલાં લીધા હતા. તેમણે જણાવ્યું કે, મને જ્યારે આ ભૂલની જાણ થઈ ત્યારે મેં ગત 15 માર્ચના રોજ વધારાના નામ રદ કરવા માટે વિધિવત અરજી આપી દીધી હતી. મતદાર યાદીમાં હજુ સુધારો થયો નથી, પાંચેય નામ યથાવત જોકે, આશ્ચર્યની વાત એ છે કે અરજી આપ્યા બાદ પણ મતદાર યાદીમાં હજુ સુધારો થયો નથી અને તેમના પાંચેય નામ બોલી રહ્યા છે. તંત્રની આ ધીમી કામગીરી મતદારોમાં રોષ જન્માવી રહી છે. સુરત ચૂંટણી શાખાની કામગીરી પર સવાલો સુરત કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. BLOને ઘરે-ઘરે જઈને ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. તેમ છતાં, એક જ વ્યક્તિના પાંચ કાર્ડ ઇશ્યૂ થઈ જવા તે બૂથ લેવલ ઓફિસર અને ડેટા એન્ટ્રી ઓપરેટરોની બેદરકારી સૂચવે છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે તપાસ કરીને ડુપ્લીકેટ નામો દૂર કરે છે કે પછી આગામી ચૂંટણીમાં એક જ વ્યક્તિ પાંચ અલગ નંબર સાથે મતદાન મથકે પહોંચશે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ગઈ વખત કરતા સારુ પરિણામ આપશે: CM:પ્રચારના અંતિમ દિવસે ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર; ગુજરાત ભાજપનું ગુલામ નથી: સિસોદિયા
    Next Article
    ગોધરામાં નગરપાલિકા ચૂંટણીનો પ્રચાર તેજ:ઉમેદવારો દ્વારા મોડી રાત સુધી રેલીઓ, મતદારોને રિઝવવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment