Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈમાં દીકરાને કરિયાણું મોકલવા જતા વૃદ્ધ છેતરાયા:ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર લઈ ફોન કર્યો, ગઠિયાએ 5 રૂપિયા ઓનલાઇન ટોકન પેટે મેળવ્યા; 5 ટ્રાન્જેક્શનથી 1.90 લાખ પડાવ્યા

    14 hours ago

    અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોને નિશાન બનાવતા હોય છે. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં દુબઇમાં રહેતા દીકરાને કરીયાણું મોકલવા જતા નિવૃત્ત વૃદ્ધ સાયબર ઠગોના શિકાર બન્યા હતા. વૃદ્ધે ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર મેળવી ફોન કર્યો હતો. જે બાદ અચાનક વૃદ્ધના બેંક એકાઉન્ટમાંથી 1.90 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યું શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સિંચાઇ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધનો દીકરો દુબઇમાં રહે છે. દીકરાને કુરિયર મારફતે કરીયાણું મોકલવાનું હોવાથી વૃદ્ધે ગુગલ પર સર્ચ કરીને કુરિયર કંપનીનો નંબર મેળવ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા ફોન ઉપાડનાર શખ્સે પોતે સરખેજની કુરિયર કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. જે બાદ ગઠિયાએ કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધે મોબાઇલ મારફતે 5 રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમના ઘરે આવીને કુરિયર લઇ જવાની વાત કરી હતી. જોકે કોઈ પણ કુરિયર લેવા માટે તેમના ઘરે આવ્યું નહોતું. બે દિવસમાં 5 ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લીધા વૃદ્ધે 20 નવેમ્બરના રોજ પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખનો ચેક જમા કરાવ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઇલ પર બેંકના ટ્રાન્ઝેક્શન સંબંધિત મેસેજ આવવાનું બંધ થઈ ગયું હતું. શંકા જતાં વૃદ્ધ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા. બેંકમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેમના બેંક એકાઉન્ટમાંથી 23 અને 24 નવેમ્બરના બે દિવસ દરમિયાન કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષથી સાથે રહેલા પેટ-ડોગના અંતિમક્રિયામાં આરોપીને ઉપસ્થિત રહેવા મંજૂરી:વીમા પોલીસી નોમિનીમાં પોતાનું નામ ઉમેરી પતિએ 17.69 લાખ લઈ લીધા, પત્નીએ ફરિયાદ નોંધાવી'તી
    Next Article
    વેરાવળમાં 15 માર્ચે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક એકતા હેતુ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment