Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષથી સાથે રહેલા પેટ-ડોગના અંતિમક્રિયામાં આરોપીને ઉપસ્થિત રહેવા મંજૂરી:વીમા પોલીસી નોમિનીમાં પોતાનું નામ ઉમેરી પતિએ 17.69 લાખ લઈ લીધા, પત્નીએ ફરિયાદ નોંધાવી'તી

    13 hours ago

    ફેબ્રુઆરી 2026માં સુરતના આઠવા લાઈન પોલીસ મથકે એક મહિલાએ પોતાના પતિ સહિત કેટલાક આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેને વર્ષ 2000માં 25 વર્ષની મુદતની 5 લાખની વીમા પોલિસી લીધી હતી. જેને પાકતી મુદતે રૂ. 19.87 લાખ મળવાના હતાં. ખોટી સહી કરી, લોન લઈને 17.69 લાખ ઉપાડી લીધા ફરિયાદીએ નોમિનીમાં પોતાના પિતાનું નામ લખાવ્યું હતું. પરંતુ પતિએ પિતાના નામ ઉપર વ્હાઇટનર મારીને પોતાનું નામ લખી દીધું હતું. તેમજ ફરિયાદી પત્નીની ખોટી સહી પણ કરી હતી. આ વીમા પોલિસી પર લોન લીધી હતી અને રકમ ઉપાડીને કુલ 17.69 લાખ લઈ લીધા હતા. આરોપી પતિની ધરપકડ જે સંદર્ભે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેને સુરતની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર પતિની મનોરોગની સારવાર ચાલુ છે. વળી પતિએ 2 લાખ રૂપિયા તેની UK સ્થિત દીકરીને મોકલ્યા હતાં. પરંતુ સુરત કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવી નાખી હતી. આરોપી પતિએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી આથી આરોપી પતિએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજીની પેન્ડન્સી દરમિયાન અરજદાર પતિનું પાલતુ શ્વાન જે 14 વર્ષથી તેની સાથે હતું, તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈકોર્ટે પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી જેથી અરજદાર પતિ દ્વારા તેના અંતિમ ક્રિયા વિધિ કરવા માટે તેને હંગામી ધોરણે છોડવા હાઇકોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. હાઇકોર્ટે તેને પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી હતી. તેમજ રેગ્યુલર જામીન અરજી ઉપર આગામી સમયમાં વધુ સુનવણી રાખી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા: ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ
    Next Article
    દુબઈમાં દીકરાને કરિયાણું મોકલવા જતા વૃદ્ધ છેતરાયા:ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર લઈ ફોન કર્યો, ગઠિયાએ 5 રૂપિયા ઓનલાઇન ટોકન પેટે મેળવ્યા; 5 ટ્રાન્જેક્શનથી 1.90 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment